________________
સૂરિશેખર
[ ર૩ મંડપમાં જમા થઈ ગયું હતું. બુલંદ અવાજથી મંગલાચરણ કરી માિર તોરાતાં નતિ કામિન એ શ્લેક ઉપર ઘણું જ અસરકારક પ્રવચન આપ્યું. પ્રતિદિન વ્યાખ્યાનની માળા તે એવી આકર્ષક બની કે વૃદ્ધે કહેતા કે આવી વ્યાખ્યાનની રસીતા પૂ. વિજયાનંદ સૂરિજી મહારાજના સમયે અનુભવાતી તેવી રસીતા વ્યાવાચસ્પતિજીના પ્રવચનમાં અનુભવાય છે. જ્યારે ચરિત્રપ્રધાન ભવ્યમંદિરના દર્શન માટે નીકળતા ત્યારે ઘણું લેકે છેટા આત્મારામજી મહારાજની ઉપમા આપતા. ઝઘડાની પતાવટ–
કેટલાક વર્ષોથી પાટણમાં જ્ઞાતિય ઝઘડા ચાલતા જેના કારણથી પાંજરાપોળનું અને કેટલાક ધાર્મિક ખાતાઓનું કામ ઘણુંજ શીથીલ બન્યું હતું. ચરિત્રનાયકને આ વાતની જાણ થતાં એક દિવસ વ્યા
ખ્યાનમાં કુસંપ અને ઝઘડા રગડાથી ધાર્મિક ખાતાને થતા નુકસાને ઉપર સચેટ વ્યાખ્યાન કર્યું. આ વ્યાખ્યાનની અસર એટલી બધી થઈ કે બન્ને પક્ષના હદય હચમચી ગયા. ઝઘડે પતાવવાનું કાર્ય ચરિત્રનાયકને ઉભય પક્ષે સુપ્રત કર્યું. ઘણું દક્ષતાથી બન્ને પક્ષના વિરોધને પરિચય કરી તે બન્નેને સંતોષકારક સમાધાન આપ્યું. બન્ને પક્ષમાં આનંદની ઉમીઓ ઉભરાઈ. અને તે ફેંસલે સૌએ કબુલ રાખ્યો એની ખુશાલીમાં એક સંઘ જમણું થયું હતું.
એજ્યભાવ ટકી રહે એ હેતુથી પંચાસરજીના વિશાલ ચેકમાં સંપના સુફલે ઉપર ભાષણ આપ્યું હતું. આ ભાષણની અને થયેલા સંપની તમામ જૈન જૈનેતરેએ જૈનધર્મની તથા તેમના ધર્મગુરૂઓની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી.
પંચાસર પાર્શ્વનાથની પુણ્ય પ્રતિમાપ્રભુત પ્રાચીનકાળથી ભક્તોના મને પરિપૂર્ણ કરવામાં પ્રખ્યાત છે. જેની ભવ્યતા, ચમત્કારિતા