________________
અશિખર
[ રૂપ સંઘ સમક્ષ નગીનભાઈને દીક્ષિત કરવામાં આવ્યા હતા. જેમનું નામ મુનિ શ્રી નવીનવિજયજી રાખી ચરિત્રનાયકને શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. બે ગામની વિનતિ–
સંવત ૧૯૮૧ નું ચાતુર્માસ સુરતમાં ઘણી જ ધામધુમથી પસાર થયા બાદ આચાર્યદેવેશે બને પટ્ટધરે સાથે વિહાર કર્યો. પ્રથમ દિને કતાર ગામમાં નિવાસ કર્યો. ત્યાં સુધી વીરાટ જૈનજનતા હજારેની સંખ્યામાં વળાવવા આવી હતી. ત્યાં સાધર્મિક વાત્સલ્ય તથા આંગી પૂજા કરવામાં આવ્યા હતા. અત્રેની સ્થિરતા દરમ્યાન એક તરફ ભરૂચના આગેવાને તથા બીજી તરફ બુહારીથી શેઠ ઝવેરચંદ પન્નાજી વિગેરે ચતુર્માસની વિનતિ કરવા આવ્યા. સુરીશ્વરે બન્ને ગામની વિનતિ સાંભળી દીર્ઘદૃષ્ટિથી લાભાલાભને વીચારી બુહારી તરફ જવાને નિર્ણય કર્યો; અને આચાર્યશ્રીની આજ્ઞા લઈ પૂ. વિજયદાનસૂરિજી મહારાજે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. બુહારી તરફ પ્રયાણ
આપણું ચરિત્રનાયકે પિતાના ગુરુદેવ સાથે બુહારી તરફ વિહાર કર્યો. આચાર્યશ્રી સપરિવાર વાંઝ ડાભેલ થઈ જલાલપુરના સંધની વિનતિને માન આપી ત્યાં પધાર્યા. ત્યાંના ગુરૂભક્ત રસીક શ્રાવકેએ ઘણુજ ઠાઠથી પ્રવેશ મહત્સવ કરાવ્યો. ઓચ્છવ આરંભાયે નવી નવી આપણું ચરિત્રનાયકની બનાવેલી પૂજાએ ભણાવાતી જેના શ્રવણથી જનતાને અપૂર્વ આનંદ આવતું. ત્યાંના કેટલાક ભાવિકસજજનેએ પિતાના જિનાલયમાં બીરાજતા શ્રી શાંતિનાથ પ્રભુની પૂજા બનાવી આપવા વિજ્ઞપ્તિ કરી. ઉપકારી આચાર્યશ્રીએ તેમની વિનતિને ધ્યાનમાં લઈ શ્રી શાંતિનાથ પંચકલ્યાણકની પૂજા વિવિધ રાગ રાગણીમય શીધ્ર બનાવી આપી. જે પૂજા ત્યાંના સંઘે ઘણુજ ઠાઠમાઠથી ભણાવી. જે સાંભળી શ્રોતૃવૃન્દને અનહદ આનંદ થયે,