________________
૨૫૮ ]
કવિકુલકિરીટ સિવાય બીજી કેઈપણ ખટપટમાં મને જશે નહિ. આત્માથી ત્યાગના શિખરે મહાલતા મહાત્માઓને દુનિયાદારીને આડંબર કે પૂજ, માન પ્રતિષ્ઠા મેળવવાની તમન્ના હોતી જ નથી. ધન્યપજીવી તે ગીશ્વરેના ત્યાગને કોણ ન પ્રશંસે? સંવત ૧૯૮૨ ના બુહારીના ચાતુર્માસમાં અન્યપણું ધર્મપ્રભાવનાના કાર્યો થયા હતા. વિહાર–
આ ચાતુર્માસ બાદ આચાર્યવર્ધ પિતાના પટ્ટધર સાથે વિહાર કરી કરચેલીયા, અષ્ટગામ, સાતમ, સીસેદ્રા વિગેરે ગામમાં ધર્મ પ્રભાવના ફેલાવતા ભવ્ય સત્કારથી નવસારી પધાર્યા. નવસારીમાં સાધર્મિક વાત્સલ્ય વિગેરે ધર્મકાર્યો થયાં. પારસી વિગેરે અન્ય કામ ઉપર પણ ચરિત્રનેતાના ધાર્મિક પ્રવચની અજબ અસર થઈ જલાલપુરની વિનતિ
પૂ. આચાર્યશ્રી આદિ નવસારીમાં બીરાજમાન છે એ સમાચાર મળતાં જલાલપુરને સંધ વિનતિ માટે આવી લાગે. જલાલપુરના સંઘની ભાવભીની ભક્તિ અને ત્યાંનું શાન્ત વાતાવરણ આચાર્યશ્રીને ઘણું જ પસંદ હતું. એથી નવસારીથી વિહાર કરી તે ભાવિક સંઘની વિનતિને સ્વીકારી ભવ્ય સ્વાગતથી જલાલપુર પધાર્યા.
રિશેખરના આગમનથી અને ચરિત્રનેતાની અજબ વ્યાખ્યાનથી ત્યાંની જનતામાં અપૂર્વ જાગૃતિ આવી. જે કે જલાલપુર ગામ નાનું છે. જૈનેની સંખ્યા બહુ અલ્પ છે છતાંયે સમૃદ્ધિમાં, ઉદારતામાં અને ભક્તિભાવનામાં અગ્રગણ્ય છે. શારીરિક શક્તિની ક્ષીણતા–
સરિશેખરની શારીરિક શકિત ક્ષીણ થવા લાગી હતી. આ સમયે તેઓશ્રીની ભક્તિમાં પૂ૦ ચરિત્રનેતા તથા પૂજ્યપાદુ આચાર્યદેવ શ્રીમદ્