________________
ર૩ર 1
કવિકુલકિરીટ ળવાથી તસિંહજીના હૃદયમાં અજબ પલટ થશે. તેમના કેટલાક અનુચારીઓ પણ ચરિત્રનાયકનાં ભકત બની ચૂક્યા. અને ઘણાઓ પ્રતિજ્ઞા સ્વીકારી સ્વજીવનને કૃતાર્થ અમુક અંશે કરવા ભાગ્યશાળી બન્યા. હિંસાબંધ
કટોસણમાં ચરિત્રનાયકના પંદર દિવસના નિવાસ દરમ્યાન ઠાકર તખ્તસિંહનું હૃદય દયાભાવથી આદ્ર બન્યું. પ્રતિવર્ષ દશેરાના દિવસે એક બકરૂં લટકાવી તેપના ગોળાથી ઉડાવી મૂકવામાં આવતું હતું તે બંધ કરવામાં આવ્યું. વળી ઉનાળાની પાટીમાં એવી ઘાતક પ્રવૃત્તિ હતી કે ગામના તમામ ઠાકરડાઓ અણીદાર શસ્ત્રો સહિત જંગલમાં જાય અને હજારે મુંગા પ્રાણીઓને વધ કરે. જે પ્રાણુઓને વધારે સંખ્યામાં હણે તે બહાદુર અને વીર કહેવાય. અને તેને ઠાકોર સાહેબ તરફથી સરપાવ (ઇનામ) આપવામાં આવતું. આવા દિવસોમાં બીચારા કુંભારને જંગલમાં પાણીના માટલા ભરી ભરીને ડુચે નીકળી જાત. તેઓ પણ ચાહતા કે આ પાપ મહારાજશ્રી બંધ કરાવે તે ઘણું જ સારું. રમત ગમત ખાતર, ક્ષણિક વિલાસ ખાતર હજાર મુંગા પ્રાણીઓને મારવાની ઘાતક પ્રવૃત્તિને ચરિત્રનાયકના ઉપદેશથી ઠાકોર સાહેબે પ્રતિરોધ કર્યો. જેથી હજારે મુંગા પ્રાણુઓ તથા કુંભારે સુખી થયા.
અજબ છાપ
વ્યાખ્યાન વાચસ્પતિજીનું વ્યાખ્યાન પ્રતિદિન સાંભળવું એ તે ઠાકોર સાહેબની દી આવશ્યક ક્રિયા જેવું બની ગયું હતું. એ હૃદયંગમ વ્યાખ્યાને શ્રવણ કરવા જૈન જૈનેતરેની મેટી મેદની જામતી. દરેક મતના અનુયાયીઓને ધર્મનું રહસ્ય જાણવાનું મલતું. ધર્મને સ્વીકાર અને પાપને પરિવાર સહુ કઈ સહેલાઈથી કરી દે એ વ્યાખ્યાનપ્રવાહ અવિરત ચાલત. વ્યાખ્યાનમાં ખાસ કરીને સર્વ