________________
સૂરિશેખર
[ ૨૩ ડાઓ અશરણ પણે સહે છે, હણનાર, હણવનાર, ખાનાર, પકાવનાર, વેચનાર અને લાવનાર તમામ સરખા પાપના ભાગીદાર થાય છે.
સુખ એ પુણ્ય વૃક્ષના મનહર પુષ્પથી નીપજેલું ફળ છે અને દુઃખ પાપતરૂના દુર્ગધીમય કુપુષ્પથી ઉત્પન્ન થયેલું કટુક ફળ છે. દીર્ઘદૃષ્ટિથી વિચારવામાં આવે તે આપોઆપ જણાઈ આવશે કે સુખી થનારે પુણ્યજ ઉપાર્જન કરવું જોઈએ. આત્માની સાચી ઓળખાણ થયા પછી, આત્મ તત્વ પૂર્ણ સમજ્યા પછી તેને ક્રમિક વિકાસ અને તેમાં રહેલી જ્યોતિને મેળવવાની પ્રગતિ સહજ સ્વભાવે થાય છે.
પ્રત્યેક પ્રાણુગણ સુખને ઝંખે છે. પાપાચરણમાં રક્ત બનેલ પાપાત્મા પણ સ્વર્ગની સુંદર શય્યામાં લેટવાની ભાવના રાખે છે. પરંતુ ભાવના માત્રથી સુખની પ્રાપ્તિ થતી નથી. વાસ્તવિક સુખના સાચા સાધને હાથ લાગ્યા સિવાય કદાપિ કાળે સુખ પ્રાપ્ત થવાનું નથી. સાચું સુખ કોને કહેવાય, સાચા સુખની પ્રાપ્તિ પછી આત્માની કેવી ઉન્નત દશા હોય આ બધું જેઓને સંતપુરૂષેની શીતલ છાયા મલી છે, જેઓએ ત્યાગી મહાત્માઓની વાણું સાંભળી છે, તેજ સાચા સુખની વ્યાખ્યા સમજી શક્યા છે. સાચું સુખ તેજ કહેવાય કે જે આવ્યા પછી કદાપિ કાળે પાછું ન જાય. જે સુખમાં દુઃખને લેશ પણ ન હોય જે સુખના પછી દુઃખની ઘેર ખોદાતી ન હોય. એવા સાચા સુખને મેળવવા માટે હે ચેતન ! તું વિચારી લે કે પાણીના પરપોટા સમાન ક્ષણ વંસી જીવન છે, દીપકના પ્રકંપ જેવી આયુધ્યની દેરી છે, તરૂણીના તરલ નેત્ર સમ તારૂણ્ય અવસ્થા છે, હાથીના કાનના જેવીજ ચપળ લક્ષ્મી છે, શરીર વિગેરે તમામ અનિત્ય છે. આ સઘળાને વિચાર કરશે તે જરૂર સાચા સુખને મેળવવા આત્મા ઊદ્યમશીલ બની શકશે. ટુંકાણમાં એટલું જ સમજવાની જરૂર છે કે આપણું આત્માને જે વસ્તુ પ્રતિકૂળ હેય, ( ન ગમતી હોય ) તે વસ્તુ બીજા પ્રત્યે ન આચરવી જોઈએ વિગેરે સચેટ ઉપદેશ સાંભ