________________
સરિશખર
[ ૨૪૫ વિરૂદ્ધ વર્તન કરનારા એ પદની ઠેકડી કરાવે છે અને લજાવે છે. માલી આરામને અને તેમાં રહેલા નેત્રાભિરામ નાજુક નાજુક મરમ છોડવાને પુનઃ પુનઃ સીંચે તપાસે કેળવે તે જ તે આરામની વિવિધ વણ શોભા પ્રેક્ષકેના નેત્રને કમનીય બને છે. તેમ ગચ્છાધિપતિઓ પોતાની ગચ્છની અને ગચ્છમાં રહેલા સાધુઓની ઉન્નત દશા માટે સાવધગિરિ પુરી રાખે કે જેથી અન્ય ગચ્છના સંયમ ક્રિયામાં શિથિલ થયેલા તે આદર્શ ગચ્છનું અનુકરણ કરતા શીખે. પદ લેનાર કરતા ૫દ અર્પણ કરનાર દીધું લક્ષ્યથી પૂર્ણ પરીક્ષા કરી ગ્યને જ તે પદથી વિભૂષિત કરે એ હિતાવહ છે. આ પદ જેને તેને વિચાર કર્યા વિના આપનાર ઘોર પાપના, શાસન હેલનાના ભાગીદાર થાય છે.
અહીં કહેવાનો મતલબ એ છે કે નિઃસ્પૃહી ચૂડામણિ શ્રીમદ્ વિજય કમળસૂરીશ્વરજી મહારાજ એક મહાન ત્યાગી અને શાસનના વફાદાર હતા. તેમ પતે માણસની પરીક્ષા પણ કરી જાણતા હતા. અને તેથીજ ઉભય મહાત્માઓને આચાર્યપદ આપી શાસનના ઘેરી બનાવવા ઈચ્છતા હતા. તેઉભય મહાત્માઓ વિશદ ચારિત્રશાલી તથા જૈન જૈનેતર શાસ્ત્રના જ્ઞાતા હતા. તેમ એ પદને દીપાવવા સમર્થ હતા.