________________
૨૨૬ ]
કવિકુલકિરીટ કટોસણ નરેશની ઈચ્છા–
કટોસણ નરેશને પિતાના કારભારીઓ દ્વારા તે સમાચાર પ્રાપ્ત થયા. આવા અપૂર્વ વિદ્વાન મહાત્મા અત્રે આવી ચાલ્યા જાય! અને હું એમના દર્શન અને વાણીથી વંચીત રહું એતે ઉત્તમ રસવતી તૈયાર હોવા છતાં ક્ષુધાતુર રહેવા જેવું ગણાય. કારભારીઓએ જણાવ્યું કે હાલ મહારાજશ્રી સુરજમાં છે. નરેશ તસિંહજી ધર્મપ્રેમી, દયાળુ અને સંતસંગના પ્રેમી હૈઈ મહારાજશ્રીના મુખપર્વતમાંથી ઝરતી ધર્મ નિઝરણાની મધુરી લહેરીએ આસ્વાદ કરવાની ઉર્મીઓ પ્રગટી. રાજવૈભવ અને મનમોહક લહેજ પ્રતિપલ સ્પર્શતી હોવા છતાં આવા નરેશને જૈન મહાત્માને મેળાપ અને ધર્મશ્રવણની ઇચ્છા થાય એ કેના ચિત્તને આશ્ચર્યચકિત ન કરે? કટાસણનરેશને પત્ર
પિતાનાજ હાથે વ્યાખ્યાન વાચસ્પતિજીને અત્રે પધારવા વિનતિ પત્ર લખેલે તેની અક્ષરશઃ નકલ આલેખવામાં આવે છે. શ્રી. શ્રી. શ્રી. જૈન મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજ્યજી
મહારાજની સેવામાં. કટોસણથી લી. ઠાકર તસિંહજીની વંદના પુરસદે સ્વીકારશે. બાદ આપને તસ્દી આપવાની કે હું લાંબા વખતથી આપના દર્શનને અભિલાષી છું અને આપે કટોસણું મુકામ કર્યો ત્યારે હું બહારગામ હોવાથી આપના દર્શનનો લાભ લઈ શકેલ નથી અને તેથી મારી પિતાની ઈચ્છાને અનુસરી કટોસણનું મહાજન આપને વિનતિ કરવા આવેલ છે. તે કૃપા કરી મહાજનના માણસે સાથે મારું આ આમંત્રણ સ્વીકારી દર્શનનો લાભ આપવા તસ્દી લેશે. હાલ એજ.
તમસિંહજી ઠાકેરશ્રી
તાલુકે—કાસણ,