________________
સરિશેખર
[ રર૭ મહાજનના આગેવાનું એક ડેપ્યુટેશન કટોસણનરેશને પત્ર લઈ આવી પહોંચ્યું. મહારાજશ્રીના ચરણકમળમાં પત્ર રજુ કરતા મહારાજશ્રીએ તથા સંઘે અક્ષરશઃ મનનપૂર્વક આલે. પોપકારપરાયણ ગુરૂદેવે વિચાર્યું કે, પ્રાચીનકાળમાં મહાન સમર્થ વ્યક્તિઓએ અનેક વિઠ્યપરંપરા અને તકલીફને સામને કરી અપૂર્વ વિદ્વતાને અનુભવ કરાવી અનેક રાજા મહારાજાઓને અનુપમ જિનશાસનના રસીયા બનાવ્યા છે. તે એઓશ્રીના પગલે ચાલી યતકિચિંત ઉપકાર થાય તે જીવનની સાફલ્યતા ગણુય. વળી પિતે સ્વયં આમંત્રણ મેકવ્યું છે. માટે આવા ધર્મકાર્યોમાં વિલંબ કરે ઠીક ન ગણાય. તેથી ચરિત્રનેતા આદિ ઠાણાં નવે કટોસણ પ્રતિ વિહાર કર્યો.
આવતીકાલે પ્રાત:કાલમાં ભારતભૂષણ સંત હમારા ગામને પાવન કરશે. તેઓશ્રીને દર્શનથી નેત્રને અને પ્રવચન શ્રવણથી કર્ણને પવિત્ર કરીશું એજ આનંદની ધૂનમાં સૌ કોઈ ગરકાવ બન્યું. સ્વાગતની તૈયારીમાં રાજ્ય તરફથી દરેક સામગ્રીઓ આપવામાં આવી હતી. અત્રેના સ્થાનિક સંધે ઘણે દૂર જઈ ઘણું ભવ્ય સ્વાગત કર્યું. ઠાકર તપણસિંહજી આદિ અમલદાર વર્ગ સ્વાગતમાં હાજર હતા.
ચરિત્રવિભુને ઠાકરસાહેબની વિનતિથી કટોસણ ગામને પુર પ્રવેશ ઘણુજ ઠાઠથી ઉજવાયે. ગામ બહાર હોસ્પીટલના વિશાળ હોલમાં મહારાજ શ્રી આદિ નવ મુનિવરેને નિવાસ રાખવામાં આવ્યો હતે. પ્રતિદિન વ્યાખ્યાનને સમય નિણીત થતાં જૈન જૈનેતર જનતા અપૂર્વ ઉત્સાહથી વિશાળ સંખ્યામાં લાભ લેવા લાગી. હકારસાહેબ હમેશા ટાઈમસર ચરિત્રવિભુના ઉપદેશામૃતનું આકંઠપાન કરતા. હમેંશા દયા, સંસારની ક્ષણભંગુરતા, વિષય વિલાસની ભયંકરતા વિગેરે ભિન્ન ભિન્ન વિષય ઉપર પ્રવચન થતું જે સાંભળી ઠારશ્રીને વચનાતીત આનંદ થતો. એક સમયે ગુરૂદેવે પ્રસંગ જોઈ સેંસરે હૃદયમાં ઉતરી જાય એ દયામય અસરકારક ઉપદેશ આપે જેનું ટુંક અવતરણ સર્વજન ઉપગી હોઈ અને આલેખાય છે,