________________
સશિખર
[ ૨૨૧
રાજના આગ્રહથી વ્યાખ્યાન વાચસ્પતિ એ ધણીજ રસપૂણૅ રાગરાગણી મય રચેલી તત્વત્રયી અને નવતત્વની પૂજાએ ભણાવવામાં આવી હતી. જનતાને પરિચય થયા કે જેવા અસરકારક વક્તા છે તેવાજ શિઘ્ર કવિ પણ છે. અનેક ધમ પ્રવૃત્તિએ ચાલુ હાવાતાં દોઢ પખવાડીયામાં પંચજ્ઞાન તત્વત્રયી અને નવતત્વની વિસ્તૃત પૂજાએ રચી પેાતાની અદૃશ્ય શક્તિના ઉપયાગ કરી જનતા ઉપર નિઃસીમ ઉપકાર કર્યો છે. દીક્ષાના સુપ્રસંગ ઉપર ભણાવવા પાંચ મહાત્રતની પૂજા પણ જેમણે ત્રણ દિવસના ટુંક સમયમાં રચી હતી. અષ્ટપ્રકારી પૂજાની પણ રચના આ ચાતુર્માસમાં થઈ. આ સિવાય મહાવીર સ્નાત્રપૂજા પણ આજ અામાં રચી હતી,
ચતુર્માસ દરમ્યાન ચૈત્યપરિપાટી, પટ્ટદર્શન અનેક ધર્માંદાખાતાની ટીપા આદિ અભૂતપૂર્વ કાર્યો થયા હતા. વિહાર સમયે રાધનપુરની અખીલ જનતા શોકાતુર બની હતી. વિહાર વખતના મંગળાચરણ વખતે માંલાઓની રક્ષણની વ્યવરથા માટે સચેટ ઉપદેશ આપતા એક કમીટી તથા સારી રકમ થવા પામી હતી, જનતા હજી પણ એ સમયને યાદ કરે છે. ચક્રવર્તીના ભાજનને સ્વાદ પુનઃ પુનઃ રમરણ પથમાં આવે તેનાથી પણ અધિક શ્રી શ ંખેશ્વરપાર્શ્વનાથ ભગવાનની ચમત્કારી મૂર્તિના દર્શન કાંક્ષા ચરિત્ર નાયકના હૃદય પટ ઉપરથી ખસતી ન હતી. તે આકાંક્ષા પરિપૂર્ણ કરવા રાધનપુરથી વિહાર કરી તે તીમાં પાછા પધાર્યાં. વ્યાખ્યાન વાચસ્પતિજીના દર્શન અને વ્યાખ્યાન શ્રવણ માટે રાધનપુરના મેાટા જૈન સંધ અત્રે મહારાજશ્રીના પધારતા પહેલા આવી પહેાંચ્યા હતા. આ સમયે નાતાલની રજાઓ હાઇ મુંબથી શેઠ જીવાભાઇ પ્રતાપસી વિગેરે સગૃહસ્થા મુંબઈથી તીથ યાત્રા તથા મહારાજશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. વળી આ પ્રસંગે ખાસ સુરતના પ્રખ્યાત ગવૈયા શ્રાદ્ધ્રત્ન મેાહનભાઈ સાથમાં આવેલ હાઈ ત્રીકાળ ભાવનામાં અપૂર્વ રગ જામતા હતા. વ્યાખ્યાનમાં પ્રભુભક્તિ ઉપર સચોટ ઉપદેશ આપવામાં આવ્યા હતા,