________________
૨૧૦ ]
કવિકુલકિરીટ ઉપદેશ ધારા
હે યુવકે? સંસારના કલ્પનાજન્ય સુખે પરિણામે ઘેર દુઃખ જનક બને છે. આજે જે પદાર્થોને ઈષ્ટ માને છે તેજ પદાર્થો પરિણામંતર થતાં અનિષ્ઠતા ઉપજાવે છે. ક્ષણિક સુખને ખાતર જીવનને વેડફી નાખવું એ સજજનનું કર્તવ્ય નથી. વળી દુન્યવી તુચ્છ સુ કદીએ તૃપ્તિ કરતાં નથી. પરંતુ અભિલાષાને વધારે જાય છે. કહ્યું છે કે,
धनेषु जिवितव्येषु स्त्रीषु चाहारकर्मसु । અH: નિ: સર્વે, ચાતા કાર્યાન્તિ યાનિત . ૨ //
અર્થાત ધનમાં, જીવનમાં, સ્ત્રીમાં, આહાર કર્મમાં પ્રાણીઓ અતૃપ્ત ગયા, જશે, અને જાય છે. માટે મહાનુભા? ત્યાગ સિવાય વાસ્તવિક તૃપ્તિ થવાની નથી માટે તુચ્છ ભેગમાં ન મુંઝાતા શાશ્વત સુખ દેનાર ચારિત્રમાં મક્કમ બનો વિગેરે ઉપદેશ આપે પણ બે યુવકોમાંથી એકને તે બીલકુલ અસર ન થઈ પણ શા ખીમચંદભાઈ પારેખના પુત્ર છબીલદાસને તે પૂર્વને વૈરાગ્ય નવ પલ્લવિત બન્યો. સંસારને ત્યાગી સંયમી બનવા હદયથી તૈયારીઓ કરવા પ્રેરાયા. પૂજ્ય લક્ષણવિજયજી મહારાજના ઉમેટાથી આવતા પહેલા છબીલલાલનું હૃદય વૈરાગ્યથી રંગાયું હતું. એટલે તેઓશ્રી બીજે દિવસે ઉગ્ર વિહાર કરી ચરિત્ર નાયકની સેવામાં પહોંચી ગયા.
શ્રીયુત ખીમચંદભાઈ નાની ઉંમરથી જ ધર્મસંસ્કારથી રંગાએલા હતા. સંયમ લેવાની ભાવના તેઓના હૃદયમાં ઓતપ્રેત હતી. જે શ્રાવકના હૃદયમાં સંયમની ભાવના રમી રહી નથી તેની દેશવિરતિ એ સમ્યફ દેશવિરતી જ નથી. પૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજ ફરમાવે છે કે, सर्वविरतिलालसारहितानां मनुष्याणां देशविरतिरपि न सम्यक्
આ સેનેરીવાક્યને ખીમચંદભાઈએ હૃદયપટ ઉપર કતરી રાખ્યું હતું. પરંતુ શારિરીક સ્થિતિને લઈને એ ભાવનાને અમલમાં