________________
૧૪૦ ]
કવિકુલકિરીટ દરેક ધર્મનુયાયી પિતાનું જુદું હોવા છતાં સાચું મનાવવા અનહદ કેશિષ કરે છે. એ ધર્માધતાને પામેલા સેંકડે પાંચ ટકા એ ચેપથી બચ્યા હોય છે. સ્વકીય ધમધતાથી ગવાત બનેલ સમાજ સાચી ધર્મશ્રદ્ધાથી વિનય વિવેકથી પ્રાયે ભ્રષ્ટ થયેલ દેખાય છે. ઉદંડતા અને દંભલીલા એ ઉલ્ય રાક્ષણુઓ તેઓની સહચારિણી બની બેઠી છે. જ્યાં આ બે અવગુણોની અજબછાયા પ્રસરી હોય ત્યાં ધર્મ પ્રકાશ ક્યાંથી ટકે ? આવા યુવકને ખરેખર આત્માની અને ધર્મની મહત્તા બતાવનાર વિદ્વાન મહાત્માની આવશ્યક્તા રહે છે. પુનિત મહાત્માની સંગતની રંગત સિવાય બીજી જડીબુટ્ટી જગત ભરમાં નથી કે જે અંધશ્રદ્ધાના અંધકારને હઠાવી આત્મશ્રદ્ધાની જ્યોતિ જગાવી શકે !
મહાશ ! પ્રાચીનકાળમાં જેમ સિદ્ધસેનદિવાકરજીએ વિક્રમરાજાને, બપ્પભટ્ટસૂરિજીએ આમ રાજને પ્રતિબધ કરી બૌદ્ધોને હિંદુસ્તાનમાંથી વિના પગા કરી વાદી મતંગજેના સન્મુખ વાદિ સિંહ બની જૈનધર્મની વિજ્યપતાકા ફરકાવી હતી. ભગવાન શ્રીમદ હેમચંદ્રાચાર્યજીએ, વાદિ દેવસૂરિજીએ આદિ અનેક શાસન પ્રભાવક મહાપુરૂષોએ પિતતાના યુગમાં થતાં ધર્મના આક્રમણને ઝીલા અને તને તાગ કાઢી વિરોધીઓને પરાજય કર્યો. વિલક્ષણ પરિસ્થિતિ–
આ યુગમાં આવાચાર્ય તરીકે ન્યાયનિધિ આત્મારામજી મહારાજે પંજાબક્ષેત્રની જનતા પર ઉપદેશની અજબ સરિતા વહાવી સ્થાનકવાસીના મતમાં ફસાયેલા, સમાજીસ્ટની જાળમાં સપડાયેલા, અનેક આત્માઓને મુક્ત બનાવ્યા. પંજાબમાં એ મહાત્માને ઉપકારણી ન હેય એવો કઈ વિરલજ સાચે જૈન હશે.
એજ પંજાબની ભૂમિમાં આપણું ચરિત્રનાયક વિચરવા અને સત્ય તને પાઠવવા સંઘના આગ્રહથી અને ગુરૂ આજ્ઞાથી ઉત્સાહવંત બન્યા.