________________
સરિશેખર
[ ૧૬૧ ધર્મના હિમાયતી બન્યા છે. આપણે એવું તર્કટ રચે કે જેથી આ ભાવડાના ગુરૂનું કાસળ નીકળે અને આપણે વ્યાપાર પુનઃ સજીવન થાય, પાપાત્માઓ પાપવૃત્તિઓના પરિત્યાગી બને તે પણ ક્રૂર અને દુર્ભાગી આત્માઓને પસંદ નજ પડે, નીચ પ્રકૃતિ વ્યક્તિએ પોતાનું પાપી પેટ ભરવાને માટે મહાન પુરૂષોનો વિરોધ કરે છે; પણ શ્રેષ્ઠ આશયથી સત્ય પ્રચાર કરનારને જરાપણ આંચ કે ખાંચ આવતી નથી.
નિઃસ્વાથી ધર્મનો ઉપદેશ આપનાર મલેચ્છ જનતામાં પણ અહિંસાધર્મની અજબ પ્રચાર કરનાર ચરિત્રનેતાને તે ક્રર જનતાને નિષ્ફર પરિણામની જાણ થઈ પરંતુ એ સમાચારથી તેઓશ્રીના હૃદયમાં
ગ્લાનિને બદલે ઘણે ઉત્સાહ પેદા થયે અને એ ઉત્સાહે ભાવિ અભ્યદયના ચિહે સૂચિત કર્યા, નીડરતા વધી, ધીરજતાથી પ્રાણની પરવા કર્યા વિના પ્રથમથી જ વિશેષ સતેજ બની અહિંસાધર્મના પ્રચાર માટે જાહેરભાષણે આપતા ગયા. પણ હાં અહીંના શ્રાવક અને ભક્તવગે ચરિત્રનેતાની નિર્દોષ પ્રવૃત્તિમાં આંચ ન આવે એ હેતુથી બે મજબૂત પહેલવાન જેવી વ્યક્તિઓ સાવધાનપૂર્વક રેકી હતી. જોકે તેઓ સમજી ગયા હતા કે, આ મહાત્માશ્રીને વિરોધ હમને ઘણી ભયંકરતા ઊભી કરશે, એટલે આપોઆપ શાંત પડી ગયા. ખરેખર જગના કલ્યાણના હેતુથીજ પથ દર્શકને વિઘવાદળીઓ ઘેરે છે. પરંતુ તેઓના પુણ્ય વાયુના સપાટામાં આપોઆપ તે વાદળીઓ વીખેરાઈ જાય છે. સં. ૧૯૬૮ ના મુલતાનના ચાતુર્માસમાં અભૂતપૂર્વ ચીરસ્મરણીય ધર્મ મહેસ, પૂજા પ્રભાવના, ધાર્મિક પાઠશાલાઓ વિગેરે ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયા. અખીલ જનતાએ વ્રત પચ્ચખાણ પણ સારા પ્રમાણમાં લીધા. અંહીના દેવવિમાન જેવા મંદિરનું કાર્ય પુરૂં થતાં વિધિપૂર્વક ધામધૂમથી ચરિત્રનેતાને વરદહસ્તે વીતરાગ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા શહેર અને ગામના સેંકડો માનોએ પધારી ધર્મની પ્રભાવના કરવામાં ફાલે આપ્યો હતે. મુલતાનનું આખું ચેમાસુ ઘણજ પરિશ્રમ ઉઠાવી જૈનેતર વર્ગમાં પણ જૈનધર્મની મહત્તા અને ગૌરવ સમજાવી નિર્વિને પરિપૂર્ણ કર્યું ૧૧