________________
સરિશેખર
[ ૧૬૭ પર સહર્ષ જાણે ભાષણને ઉપસંહારજ ન હોય એવી એક ચિઠ્ઠી મેકલી જેમાં નીચે લખેલ ભાવાર્થવાનું સૂચન કર્યું હતું. કે “આપશ્રીનું ભાવણ જનપ્રિય છે, ધર્મની ઊંડી અસર કરનારું છે. તેમજ અન્ય વકતા કરતા આપના ભાષણની અસર વિશેષ થઈ રહી છે, એટલે આપ દશ મિનિટ આપનું ભાષણ આગળ વધારશે એવી મારી નમ્ર વિનંતિ છે.”
પ્રથમ આવેલ વ્યાખ્યાનોધની ચિઠ્ઠીને ઇન્કાર થતાં અને ભાષણ આગળ વધારવાની માંગણી થતા ચરિત્રનેતાએ અખંડ ઉત્સાહી પરેપકારવૃત્તિથી આગળ ભાષણ વધાર્યું જેથી જનતા પર ઘણુજ વિશેષ ઓજસ પ્રસયું. અને જૈન ધર્મની મહત્તા વધી. આ સભામાં દરેક વિદ્વાન વક્તાઓમાંથી અધિકતર પ્રિય અને અસરકારક ભાષણ નીવડયું હોય તે તે આપણા ચરિત્રનેતાનું જ નિવડયું સભાસદમાં M. A. B. A. આદિ અનેક વિદ્વાન વર્ગ ભાષણ આપનારે. હોવા છતાં બાર ચેરને ચાન્સ મળ્યો હોય તે આપણા ચરિત્રનેતાને જ મ. જૈનેતરની સભામાં પણ જૈન મહાત્માઓ વિદ્વતા ભર્યું અને અસરકારક ભાષણ કરી શકે છે એવી ભૂરિ ભૂરિ પ્રશંસા થઈ.
સભામાં થયેલ ભાષણને રીપેટે અનેક વર્તમાન પત્રોમાં પ્રગટ થયો. જેમાં આપણું ચરિત્રનેતાના ભાષણને રીપેટે જુદે અને સ્પષ્ટ ટાઈપમાં પ્રસિદ્ધ થયા હતા. રીપેટ પૂર્ણ થતા વર્તમાનપત્રના અધિપતિજીએ ખુશાલી દર્શાવતા પિતે જણાવ્યું હતું કે જૈન મુનિરાજ શ્રીમદ્ લબ્ધિવિજ્યજી મહારાજનું ભાષણ આ સભામાં ઘણું પ્રશંસાયું છે અને જેમના ભાષણમાં બાર ચેયરે થઈ હતી. જે કોઈપણ વક્તાના ભાષણમાં થઈ નહતી. ખુશીથી હું પણ મારા તરફથી તેઓશ્રીના ભાષણને અનુદન રૂપ તેરમી ચેર આપી વિરમું છું જૈનેતરની સભા, જૈનેતર વિદ્વાન વક્તાઓ, અને તે પણ સુધારકે છતાંયે જૈન મહાત્મા શ્રીમાન લબ્ધિવિજ્યજી મહારાજનું ધાર્મિક પ્રવચન સર્વાધિક બન્યું એ જેને જનતાને ઓછું ગૌરવ લેવા જેવું ન ગણાય.