________________
૧૭૨ ]
કવિકુલકિરીટ એક દિવસ નિવૃત્ત થઈ બેઠેલા ચરિત્રનેતાને તેઓએ પિતાના હૃદયગત વિચારે રજુ કરતાં કહ્યું કે, આપશ્રીની દેશનાથી મારા હૃદયમાં વિરકતભાવ ઉભરાય છે. આપશ્રીના શિષ્ય બની જૈનધર્મની દીક્ષા
સ્વીકારી આત્મ કલ્યાણ કરવા ઈચ્છું છું. મારા કુટુંબીઓ સ્થાનકવાસી પંથના છે. અને તેથી તેમની આજ્ઞા લેવા જતાં તેઓ અન્યપંથના હાઈ સગી દીક્ષા અંગીકાર કરવાની આજ્ઞા ન જ આપે. માટે આપ રજાવિના એ કાર્ય જલદી કરી સંસાર કારાગારમાંથી મને મુક્ત કરે
ચરિત્રનેતાએ જવાબમાં જણાવ્યું કે દેલતરામજી? તમને મારી દેશનાથી આત્મ કલ્યાણની ભાવના જાગૃત થઈ છે તે ખરેખર લઘુશ્મની નિશાની છે. દેશના શ્રવણનું સાચું ફળ સર્વવિરતિ ગ્રહણ કરવાના પરિણામ જ છે. વિગેરે કહી ચારિત્રમાં આવતા પરીપની સમજણ આપી. તેમાં મક્કમ રહેવા ભલામણ કરી. ત્યારબાદ તેઓશ્રીને સીકેદરાબાદમાં ધામધૂમ પૂર્વક ઠાઠમાઠથી સુમુહૂર્તે પ્રવૃયા પ્રદાન કર્યું. અને તેમનું નામ મુનિ શ્રી લક્ષણવિજ્યજી રાખી પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ દીક્ષા પ્રસંગે જનતાના હૃદયમાં તે તરૂણ યુવકને ભૂરિ ભૂરિ અભિનંદને અપાઈ રહ્યા હતા. આ દીક્ષા પ્રદાન મહત્સવ પ્રસંગે શાસન પ્રભાવના કરવામાં સહુ કોઈ કટીબદ્ધ બન્યા હતા. ઠેઠ પંજાબ સુધીના જૈનેએ પણ ભાગ લીધે હતે. તેઓશ્રીને દીક્ષા આપી દિલ્હીમાં માસુ કર્યું. ત્યાંનાં માસામાં ધર્મ પ્રભાવનાઓ, પૂજાઓ, ધર્મ પર્વ દિવસમાં જલસાઓ અને સમારે અજાયબી ભરેલા થયા. જીવદયામાં જીર્ણોદ્ધારમાં તેમજ અન્ય ધર્મ ક્ષેત્રેર્મા અત્રેની જનતાએ ઉદારતાથી હાથ લંબાવી પિતાની ચંચળ લક્ષ્મીને ચિર સ્થાયી બનાવી હજુ સુધી ત્યાંની જનતા આવા મહાત્માને ઝંખી રહી છે