________________
૧૭૬ ]
કવિકુલકિરીટ આપે જૈન તથા અન્ય ધર્મોના પુસ્તકોનું અત્યંત પરિશ્રમ લઈ અધ્યયન કર્યું છે. અને તેના પરિણામે આપે અખિલ ભારતવર્ષના જુદા જુદા દેશમાં જૈનધર્મને પ્રચાર કર્યો છે. આપે ખાસ કરીને પંજાબ, મુલતાન, યુ.પી. માળવા આદિ દેશોને આપના પવિત્ર ચરણાવિંદથી વિભૂષિત કર્યા છે. અને તે દેશની અંદર ઘણા લેકેના હૃદયમાં આપશ્રીએ જૈનધર્મ કે જે સાચે શુદ્ધ અને સનાતન ધર્મ છે તે ધર્મ વિષે સારી અસર ઉત્પન્ન કરી તે દેશના લેકેને ઉપકૃત કર્યા છે.
આપનું ચરિત્ર ( Character) જ્ઞાન, અને વાક્યાતુર્યાદિ સગુણેએ લેકના હૃદય જીતવાને વા આપ પ્રત્યે શુદ્ધ ભાવ જાગૃત કરવાને એટલી બધી સત્તા ચલાવી છે કે,
આપના એકેક ભાષણમાં પાંચસે શ્રોતાજનોએ માંસ ભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. આ દેવીક સત્તા પિતાને અમલ મહાન અધિકારી વર્ગ ઉપર પણ ચલાવતાં ચૂકી નથી. જે વખતે અંબાલા શહેરમાં, ‘વિહિન્દુલ્લ ભરાઈ હતી તે વખતે આપના વ્યાખ્યાને એ તે કોન્ફરન્સના પ્રમુખ મી. રાયનાથ કે જેઓ ડીસ્ટ્રીકટ જડજ હતા તે આદિ સભ્ય અધિકારીઓએ તથા શ્રોતાજનેએ આપ સાહેબના જ્ઞાન, ચારિત્ર અને વક્નત્વ શક્તિના વખાણ કર્યા હતા.
દિલ્હી શહેરમાં “રામા થીએટર” માં આપના અસરકારક અને સુબેધદાયી જાહેર ભાષણોએ સાક્ષર વર્ગ તેમજ સામાન્ય વર્ગના ચિત્ત એટલા બધા આકર્ષ્યા હતાં કે જે આકર્ષણને લઈને આપના ત્યાર પછીના જાહેર ભાષણની અંદર તેજ થીએરમાં એટલા બધા શ્રોતાજને આપની અમૃતરૂપી વાણીને લાભ લેવાને એકઠા થયા હતા કે કેટલાક માણસને બેસવાની જગ્યા પણ મળી શકી નહતી.
પ્રતાપગઢ, માળવા વિગેરે નગરના લેકો આપની અસરકારક વાત્વકળાની પ્રશંસા સાંભળી આપના વ્યાખ્યાનને લાભ લેવા ચુક્યા