________________
સરિશેખર
( ૧૮૭ અને જૈનધર્મની અપભ્રાજના કરતા. બીચારાઓને ખબર ન હતી કે આ સ્યાદાદ શિલીની ઢાલને ધારણ કરનાર વીતરાગના અનુયાયી મહાત્માની સાથે કોઈપણ યુક્તિથી ફાવવાના નથી, કેમકે આર્યસમાછસ્ટના મેટા વિદ્વાને પણ જેઓએ સહેજમાં છતી હાર ખવડાવી છે, તે તાર્કિક શિરેમણિ મહાત્માને છેડી શું કાંદે કાઢવાના છે? પણું જેમની હાર સજયલી જ હોય છે તેમને લાંબે ટુંકે વિચાર કરવાની સમજ ક્યાંથી પડે?
ચરિત્રનેતાએ તે આર્યસમાજીના મંડળને એક દિવસના જાહેરભાષણમાં સાફ સાફ શબ્દોમાં જણાવ્યું કે, તમે મારી પાસે આવો છે. કેઈપણ સવાલ જવાબમાં ફાવતા નથી, હંમેશ દરેક રીતે તમારી હાર થાય છે, અને બહાર જીતના ખોટા નગારા વગડાવે છે, તે તમારે માટે યોગ્ય ન મનાય. તેમજ જૈનધર્મની ખોટી નિંદા કરી ફોગટ પુલાવે છે. તમારામાં જે સાચી તાકાત હેય, શાસ્ત્રાર્થ કરવાની તાલાવેલી હોય તે તમારા જમ્બરમાં જબર વિદ્વાનને બેલા, અને શાસ્ત્રાર્થને સ્વાદ ચાખે. જેથી દુનિયાને સાચું અને વાસ્તવિક તત્વ શું છે તે સમજાય. આ પ્રમાણે તેમને ખુલ્લી ચેલેન્જ આપી અજબ નિડરતા બતાવી.
આ સાંભળી આર્યસમાજીએ પિતાના અનેક પંડિતેમાંથી અનન્તકૃષ્ણ નામના પંડિતને તેડાવ્યા. આપણું પંડિત અનન્તકૃષ્ણજી જૈનમુનિ સાથે શાસ્ત્રાર્થ કરી જય મેળવશે એવા વિશ્વાસથી આર્યસમાજ હર્ષમાં ગરકાવ બન્યા. પણ ભવિષ્યમાં હાર કોની સરજાયેલી છે, તે નાદાનેને તેને ક્યાંથી ખ્યાલ આવે? ઘમંડ, આદમીને આંધળો બનાવે છે, મિથ્યાભિમાન માનના સત્યજ્ઞાનને આવરે છે. શાસ્ત્રાર્થને આરંભ –
શાસ્ત્રાર્થને નિર્ણય થયે, સમય અને સ્થાન મુકરર થયાં, જાહેરાત પણ આજુબાજુના ગામમાં વાયુવેગે પ્રસરી. આ સદીમાં