________________
૧૮૪]
કવિકુલકિરીટ ભોળા જીવોને બચાવી લેવા એ સાચા મુનિવરેનું મુખ્ય કર્તવ્ય છે. કેવળ પરમાર્થ જીવન જીવનાર ધર્મપ્રચારક મહાપુરૂષો કેઈની પણ પરવા કર્યા વિના માનાપમાનની દરકાર કર્યા વિના શ્રદ્ધાળુવર્ગને ખરી બીના જાહેર કરતા બીલકુલ ખંચકાતા નથી. જે મહાપુરૂષો, ધર્મપ્રચાર કરતાં ધર્મવિમુખ આત્માઓ તરફથી આવતી મુશીબતેને મહત્સવરૂપ માનતા હોય તે જ મહાપુરૂષે, દુનિયાને સત્ય માર્ગે વાળી શકે છે. હમેંશ ચાલતા વ્યાખ્યાનના પ્રવાહમાં આ મનસ્વીપણાથી ઉભા કરેલા જિનાજ્ઞા વિરૂદ્ધ ચાલતા રાયચંદપંથને સારી પેઠે ઓળખાવતા, જે સ્થળોએ વીતરાગ આજ્ઞા વિરૂદ્ધ વર્તણુંકે, લખાણે અને પ્રરૂપણું જે જે માલમ પડતું તે તે બધુએ યુક્તિ પુરસ્સર ખંડન કરતા. સભામાં આ વિષયના જુદી જુદી વ્યક્તિઓ તરફથી અનેક પ્રશ્નો પુછાતા, દરેકને શાંત પ્રકૃતિથી શાસ્ત્રજ્ઞા મુજબ ચરિત્રનેતા સમજાવી નિઃશંક બનાવતા.
અધર્મને પ્રચાર ઉસૂત્રની પ્રરૂપણ અને કૃપાને લેપ આદિ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં થતી હોય ત્યાં ત્યાં જૈનમુનિઓની અદલ ફરજ છે કે ત્યાં જઈ કોઈના બોલાવ્યા વિના પણ તે વસ્તુને નિષેધ પિતાના સામર્થ્ય પ્રમાણે કરજ જોઈએ.
પંજાબના વાદવિવાદથી આ જેમ ચરિત્રનેતામાં સારી પેઠે કેળવાયેલું હતું. કળ કલ્પિત કુમતને નિર્ભેળ બનાવી જૈનધર્મની વિજયપતાકા ફરકાવવામાં એઓશ્રીની વાણીમાં કોઈ અનેરી દીવ્યપ્રભા ઝગમગે છે.
એ નવીન મતરૂપી વિધવેલડીથી અત્રેની જનતા બચે તે હેતુથી ચરિત્રનેતાના ગુરૂશ્રીએ ત્યાંની જનતાને શ્રદ્ધામાં મજબુત બનાવી સાચી જિનાજ્ઞાની પાલતા શીખવાડી, જેથી તે ઓળઘાલું મતની વાગજાલથી જનતા ચેતી ગઈ. નિડરતાથી સત્ય વસ્તુને જાહેરમાં મૂકી કુમતના ઝેરી પવનથી અને કેને બચાવી સન્માર્ગમાં જનાર પરમાથી ચરિત્રનેતાને તથા તેઓશ્રીના ગુરૂવર્યને હજારે ધન્યવાદ છે?