________________
સરિશેખર
[ ૧૭૫ કઈ પદથી અલંકૃત કરવામાં આવે તે સેનું અને સુગંધ એ કહેવત ચરિતાર્થ થાય.
ચરિત્રનેતાની સુંદર વ્યાખ્યાન શક્તિ અને વિદ્વતાથી સરિશેખર અજાણતા ન હતા. તેમના હૃદયમાં પણ એ વિચારણા ચાલતી હતી અને તેને ટેકે મલતા વધુ દઢ થઈ. અને ઉત્તમ મુહૂર્ત આવેથી જોઈ લેશું એમ આચાર્યશ્રીએ ઉત્તર વાળે, પદાર્પણના શુભ સમાચાર આખા સંઘમાં ફેલાતા સૌ કોઈને મુખ ઉપર હર્ષ અનુભવાતે હતે. પદાર્પણના મહોત્સવ નિમિત્તે એક ભવ્યમંડપ તૈયાર કરાવ્યું. નિયત કરેલા શુભ દિવસે સંઘ સમક્ષ શ્રીમાન લબ્ધિવિજયજી મહારાજને “જૈનારત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ” નું બીરૂદ આપ્યું હતું. ઉપરોક્ત પ્રસંગે શ્રીમદ્ હર્ષવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી માનવિજયજી મહારાજ આદિ હાજર હતા. તે પ્રસંગે માધવજી રેયાજી, મણીલાલ વીરચંદ તથા હેમચંદભાઈ છગનલાલ વિગેરે જુદા જુદા વક્તઓએ શ્રી લબ્ધિવિજયજી મહારાજના જીવન ચરિત્ર ઉપર વિવેચન કર્યુ હતું. મુનિરાજ ગંભીરવિજ્યજીએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું આ પદાર્પણની સઘલી ક્રિયા પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજીના અધ્યક્ષ્યપણામાં નિર્વિદને થયા બાદ સંધ તરફથી હેમચંદભાઈ છગનલાલે મુનિરાજ શ્રીમદ્ લબ્ધિવિજયજીને અર્પવાનું . માનપત્ર વાંચી સંભળાવ્યું હતું. જેની નકલ નીચે મુજબ છે. માનપત્ર –
% શ્રી વીતરાગાય નમઃ શ્રીમાન પૂજ્યપાદ્ અનેક સગુણાલંકૃત મુનિશ્રી લબ્ધિવિજ્યજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં
હમે ઇડર આદિ સ્થળના શ્રી જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘ આપ સાહેબને અભ્યર્થના કરીએ છીએ કે–