________________
૧૬૪ ]
કવિકુલકિરીટ લાભ જોઈ તે વિનંતિને સ્વિકાર થશે. વકીલજીએ મહેનત ઉઠાવી અરજી વિગેરે કરી સમય અને વિષયની મંજુરી મેલવી. આ સભામાં ચરિત્રનેતાને લઈ જવા એટલે ક્યાં અને કેટલું ઉંચુસ્થાન, તેમજ ત્યાગી મહાત્માઓનું માનગૌરવ સચવાય અને સૌ કેઈ દેશના લાભ સારી પેઠે ઉઠાવી શકે એ હેતુથી વકીલજીએ અને શ્રાવક વગે પરિશ્રમ ઉઠાવી સારી વ્યવસ્થા કરી..
એક ઉંચી સુંદર પાટ અને જૈન સાધુના વ્યાખ્યાન પદ્ધતિ અનુસાર ચંદર પુઠીઉં વિગેરે ગોઠવવામાં આવ્યું. સભામાં દયા તેમજ શિક્ષણ એ બે વિષયો ઉપર ચરિત્રનેતાનાં ભાષણે નિર્ધાર થયાં. ચરિત્રનેતાને સમય આવતાં બુલંદ અને મધુર અવાજથી સેંકડોની સભામાં છટાદાર ભાષામાં હૃદયમંથક વિવેચન શરૂ કર્યું, એક વ્યકિત અસરકારક ભાષણ થતું જોઈ હૃદયમાં ઘુઘવાતી ઈર્ષ્યા જવાલાને તે સભામાં પ્રગટ કરતા જણાવ્યું કે આ સભામાં પ્રમુખસ્થાન કેને આપવામાં આવ્યું છે તે સમજવું બીલકુલ અશક્ય છે. કારણકે જૈન મુનિ લબ્ધિવિજયજીનું સૌથી ઉંચુસ્થાન તેમજ મેજ ઉપર બાંધેલા ચમકતા ચંદરવા જતાં ભલભલાને ભ્રાન્તિ થાય કે આ સભામાં પ્રમુખપદે કયું છે? જેમને ધર્મધગશ કે શ્રદ્ધા ન હોય, સાચા સંતની ઓળખાણ ન હોય, તેવી વ્યક્તિનેજ આવી ઉદ્ધતાઈ અને ઈર્ષ્યાથી ભરેલે પ્રશ્ન પૂછવાની ધીઠાઈ કરવી પડે. તે પ્રશ્નકાર લાલા લચપતરાઈને પ્રમુખ સાહેબે જણાવ્યું કે હું તે અમુક સમયને માટે અને આ સભામાં પ્રમુખ તરીકે નિયત થ છું. પરંતુ હરેક સભાને હંમેશ માટેના સાચા પ્રમુખ જે કંઈ દુનિયામાં હોય તે તે ત્યાગી સંતેજ છે. એટલે એ પ્રશ્ન તમારે અસ્થાને છેઃ
વાંચક વર્ગ વિચારશે કે આપણા ચરિત્રનેતાનું કેવું અસાધારણ ઓજસ તે સભામાં પ્રસર્યું હશે. તેમજ પ્રમુખ પણ કેટલી ઉદાર વૃત્તિવાળા તથા ધર્મપ્રેમી હોવા જોઈએ ?