________________
,
છે
છે
પ્રકરણ ૧૬ મું.
તે
અંબાલા ચાતુર્માસ
ચરિત્રનેતાની ખ્યાતિ કીતિ અને પ્રતિષ્ટા આખાયે પંજાબમાં
અજબ જામી. અપ્રતિમ પુણ્ય પ્રકૃતિ પૂજ્ય ચરિત્રનેતાની * * વાણીએ પંજાબીઓના સઘનપાપપુજને વેરાન સેરાન કર્યા. જ્યાં જ્યાં જેનેની વસ્તી હતી ત્યાં ત્યાં સઘળે સ્થળે વિચર્યા. અનેકધા ઉપકારે કર્યા. જેઓના હૃદયમાં કેવળ ઉપકારની જ ભાવના હરપળે રમી રહી હોય તે મહાત્માની કોઈપણ ધારણા પાર ન પડે એમ બનતું જ નથી. દરેક સ્થળોના વિહારમાં ધર્મ વિમુખીઓ ધર્મ સમ્મુખ બન્યા. હૃદયની વિશુદ્ધતા અને શાસ્ત્રની વિદત્તા એ ઉભયથી સંમિશ્રિત થયેલી વાણીસારણી જનતાને મુગ્ધ બનાવે એ તદન સ્વભાવિક છે. જ્યાં