________________
સરિશેખર
[ ૧૪૩ પાઠશાળાની સ્થાપના થઈ, જેમાં જૈન જૈનેતરે લાભ ઉઠાવે છે. અત્રેથી વિહાર કરી સમાણ ગામમાં પધાર્યા, રાયકોટની જેમ અત્રે પણ જૈનેતરે તરફથી ઘણું માન મલું, જાહેર લેકચર દ્વારા અત્રેની જનતામાં ઘણે લાભ થશે. અહીંથી વિહાર કરી મહારાજશ્રી નાભા શહેરમાં પધાર્યા, અત્રે મહારાજશ્રીની મુલાકાત માટે હીરાસીંગજી નરેશના રીયાસ્તિ પંડિત આવ્યા. જેમણે મહારાજશ્રીને સંસ્કૃતમાં ન્યાયયુક્ત મધુર અને આનંદદાયક વાર્તાલાપ સાંભળી ઘણીજ ખુશી થયા. મહારાજશ્રીની વિદત્તા તરફ માન ભરી દૃષ્ટિથી જોવા લાગ્યા. હેશિયારપુર વિગેરે અનેક સ્થળોએ વિચરતા વિચરતા સંવત ૧૯૬૬ માં ચરિત્રનાયક સંઘના અત્યંત આગ્રહથી લુધિઆનામાં ચાતુર્માસ માટે સસત્કાર પધાર્યા. ત્યાંની જનતા પ્રવચન રસમાં લચી પડી, હમેંશાં માનવની વિશાળ સંખ્યામાં વ્યાખ્યાનનું સ્થાન સંકેચી દીધું, અનેક ગામમાં થયેલ વાદવિવાદેએ જાહેર ભાષણ અને મહારાજશ્રીની વિદ્વત્તાએ ઘણું ગામમાં અને શહેરેમાં તેઓશ્રીની કીર્તિલતાને ખૂબ વિસ્તારી હતી અને તેથીજ બહારગામના જૈન જૈનેતરે પણ આવી મહારાજશ્રી પાસે ધર્મચર્ચા કરી જ્ઞાન સંપાદન કરતા હતા?
અત્રે મહારાજશ્રીએ ન્યાય નિષ્કર્ષ કલ્પિતકોટિ નામને ન્યાય ગ્રન્થ અવલે. તેમજ પંચલક્ષણ સિદ્ધાંતલક્ષણ આદિ ન્યાયના ગ્રન્થ નિષ્ણાત પંડિત પાસે નીહાલ્યા. તેમજ શાકટાયન તથા કૌમુદી વ્યાકરણને અભ્યાસ પણ કર્યો, અત્રે વ્યાખ્યાનમાં અમલદારે (Officers) પણ આવતા હતા. એક બી.એ. પાસ થયેલા મહાશયજી પણ સમાધાનપૂર્વક મહારાજશ્રીની પાસે જૈનધર્મનું મહત્વ સમજ્યા. કેટલાક મુસલમાન ભાઈઓએ પણ અભક્ષ્ય વસ્તુને ત્યાગ કર્યો. એક શ્રીરામનામના ભાઈ એમ.એ. પાસ થયેલા તેમજ સંસ્કૃતના આલમ ફાજલ, પૂજ્યશ્રીની મુલાકાતે આવતાં જૈનધર્મના ચુસ્ત અનુયાયી બની, હંમેશા વ્યાખ્યાનમાં આવતા, તેઓને જૈનસૂત્ર સાંભળવાની ઈચ્છા થવાથી મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં નંદિસત્રની પીઠિકે વાંચી સંભળાવી, જેનું શ્રવણ કરતા જેના