________________
૧૪૪ ]
કવિકુલકિરીટ સુયક્તિમય સિદ્ધાન્ત ઉપર તેવા એજ્યુકેઈટેડની અડગ શ્રદ્ધા જામી. સામાન્ય શ્રોતાને પણ બાદર દુષ્ટાન્તથી એવી સરસ રીતે સમજાવતા કે, તેઓ પણ એક ધારે વ્યાખ્યાનો આસ્વાદ લેતા.
ધનુરામજી નામના એક પ્રખર પંડિતજી સાથે વેદના સિદ્ધાન્ત પર, જગત કવ વિગેરે વિષય ઉપર લાંબી ચડી ચર્ચા ચાલી. જેના પરિણામે ઘણું તાજુબ બનેલા પંડિતજીએ મહારાજશ્રીની અપૂર્વ જ્ઞાનની, પ્રકૃષ્ટ પ્રતિભાની અને શાંતમુદ્રાથી વાદિને નિરૂત્તર કરવાની શકિતની ઘણી ઘણી પ્રશંસા કરી.
હોંશિયારપુરથી લાલા મહેરચંદજી ભવ્ય સમારેહ સાથે સંઘ કાઢી મહારાજશ્રીના દર્શનાર્થે આવ્યા. મહારાજશ્રીનું પ્રભાવક અને જોરદાર પ્રવચન સાંભળી સંઘાળુઓ આશ્ચર્ય ચકીત બની ગયા. મતાન્તરીઓ પણ સંધને ભવ્ય આડંબર જોઈ મહારાજશ્રીની મુલાકાતે આવતા અને જૈનધર્મનું ગૌરવ ગાતા, અત્રે પણ જાહેર ભાષણોની હારમાળા ગોઠવાઈ, સંખ્યાબંધ માનાએ અલભ્ય લાભ લઈ દુર્લભ અવસરને સતસંગથી સફળ બનાવ્યો. અત્રેના એક જાહેર વ્યાખ્યાનને સૌ કોઈને ઘેર બેઠા લાભ મળે એ હેતુથી હિન્દિભાષામાં વ્યાખ્યાન લુધિયાના નામક એક પુસ્તિકા છપાવી બહાર પાડવામાં આવી હતી, જેમાં તત્વજ્ઞાન ભરપુર સૌરભય કુસુમને સંચય છે, વાંચક ભ્રમને અપૂર્વ રસધાર વર્ષાવે છે, સહુને વાંચવા ભલામણ છે, જેમાસું ધર્મ જાહોજલાલી સાથ સંપૂર્ણ થયું, તે પહેલા ત્યાંના કુસંપને નાબૂદ કરી પ્રતિષ્ઠા કરાવવા જનસમૂહને ઉત્તેજિત કર્યો.
અત્રેથી વિહાર કરી ગામમાં અને શહેરમાં ધર્મપીયૂષના મુસલધાર વરસાદથી જનતાને નિર્મળ બનાવતા રેપડગામ પધાર્યા. અત્રેથી નારેશવાલ, જંબુ વિગેરે ગામમાં વિચરી જાહેરભાષણ દ્વારા અપૂર્વધર્મ જાગૃતિ આણી, સનખતરા પધારી જાહેરભાષણ દ્વારા ત્યાંના ઈતિરમતના અનુયાયિને ખૂબ જોડયા. દુલિચંદજી નામના કદર ક્ષત્રિય