________________
૧૫ર ]
કવિકુલકિરીટ અને જીવાત્માઓને અનંત માને તે કોઈ જાતની વિપત્તિ કે આક્ષેપને તમારે સહ પડશે નહિ. આ પ્રમાણે ઈશ્વર કવાદની ચર્ચાનું પરિણામ એવું સુંદર આવ્યું કે તે સરલ આશયી પ્રક્ષકારે જૈનોની માન્યતાને પ્રસંશવા લાગ્યા અને મહારાજશ્રીના ઋણી બન્યા.
મનમાં રહી જતે અને શલ્યરૂપ હાલ તે મૌલીક પ્રશ્ન તે બાકી જ રહ્યો એમ બેલતા એક મહાશયજીએ પૂછ્યું કે મહાત્માજી સકૃપયા સમજાવશો કે પત્થરની બનાવેલી મૂર્તિને માનવાથી શો લાભ? જેમાં ચેતનતા નહિ હોવા છતાં મૂર્તિમંતની જેમ પૂજવાથી, પ્રણામ કરવાથી, જલતાડનની જેમ નિષ્ફળ ક્રિયા કરવાથી શો ફાયદે ? | વેદમાં પણ મૂર્તિપૂજા નથી. તમે માનીએ છીએ કે, બ્રાહ્મણેઓએ પેટપૂર્તિ ખાતર આ એક ધતીંગ ચલાવ્યું છે. તેના જવાબમાં ચરિત્રનેતાએ એ સચોટ જવાબ આપે કે તેઓ નિરૂત્તર બન્યા. જવાબમાં જણાવ્યું કે મહાશયજી? તમારા દયાનંદજીએ જે પુસ્તક લખ્યા છે તે જડ છે કે ચેતને? જડ હોવા છતાં તમને જ્ઞાન પ્રકાશ કરે છે કે કેમ? ગ્રન્થાલેખનમાં જ્યાં જ્યાં યજ્ઞવેદિકાનું સ્વરૂપ વર્ણવે છે ત્યાં ત્યાં વેદિકા, ચમ, પ્રેક્ષણીપાત્ર આદિની પ્રતિકૃતિઓ કેમ ચીતરી છે? તે પણ જડ હોવા છતાં તેનું માપ તેની ક્રિયા અને તેના મૂળસ્વરૂપને અવબેધે છે. તમેએ વેદ રીતસર અવલોક્યા નહિ હોય? વેદમાં પણ મૂર્તિપૂજા માટે સેંકડે પુરાવા છે મિર્જા વિગેરે પાઠ છે; છતાં સ્વામીજીની દષ્ટિપથમાં કેમ ન આવ્યા હોય એ વિચારણીય છે. માનના માનસને જેવા ચિત્રો અને સંગેમાં હલાવીએ છીએ તેવા વિચારે, તેવી ભાવનાઓ, તેવા અવભાસે, સ્મૃતિઓ અને કલ્પનાઓ તે માનસ્થલીમાં અંકુરીત થાય છે, મૂર્તિદર્શન એ મૂર્તિમંત પરમાત્માના ભૂતકાલીન અખીલ ઇતિહાસના મધુર સ્મરણેની ઝાંખી કરાવે છે. તે ઐતિહાસિક મૂર્તિમંત તેજે વિભૂતિના અડગ અને અડળ નિશ્ચલ ગુણોને ખીલવવાને પુરૂષાર્થ ખેડવા દૈવીક પ્રેરણ કરે છે. માન્ય આગમ