________________
૧૪૮ ]
કવિકુલકિરીટ કહેવા જેવું છે. શું તમે એ અનેક સ્થલમાં સેંકડે વર્ષના જુના પ્રાચીન જૈન મંદિરે નથી જોયા? જેને ત્યાગ, ધર્મક્રિયાઓ અને ધ્યાનની તન્મયતા નિહાળે. જે ચાર્વાક દર્શન જેવું હેત તે શા માટે આરાધે? ડે પણ જૈન દર્શનને અનુભવ લીધે હોત તે આવા અજ્ઞાનતા ભર્યા શબ્દ તમારા સ્વામીજી કે, તમે ઉચ્ચારતેજ નહિ. અરે તમારા સ્વામીજીને તે વેદના અને સ્મૃતિઓના અર્થનું પણ ક્યાં પૂર્ણ જ્ઞાન છે ? કારણકે તેમાં જૈનેની ઈશ્વર માન્યતાની પુષ્ટિકારક અનેક યુક્તિઓની પંકિત છે. તુર્વિતિ તીર્થના વિગેરે વાક જગત માન્ય તીર્થકરેને નિર્દોષ છે. બસ આ જવાબ સાંભળતાવેંત જ પ્રક્ષકાર ઉંડા સંતાપ સાગરમાં કાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે, આપણા સ્વામીજીએ આપણને એમને એમ હંકાર્યો છે! જૈનેને નાસ્તિક કહી સ્વામીજીએ પિતાના અખૂટ જ્ઞાનની કીર્તિને કલંકિત કરી છે. મંડલીમાં આવેલ આર્યસમાજીએ ચિત્રાલેખ જેવા સ્તબ્ધ થયા. કેટલાક કહેવા લાગ્યા કે, જૈન દર્શનની સત્ય બીના જાણવાની સુંદર તક મળી. એક મહાશયે ઉમળકે આવતા ડહાપણ ભર્યો પ્રશ્ન કર્યો કે આપ જૈન દર્શનવાલા એક ઈશ્વર માને છે કે અનેક? અને તે સર્વ વ્યાપક છે કે દેશવ્યાપી છે? સૌમ્યભાવથી મહારાજશ્રીએ જણાવ્યું કે એક કાળચક્રમાં ૪૮ તીર્થ કરે થાય છે અને તેઓ તીર્થ સ્થાપી ત્રિકાલ અબાધિત જૈન દર્શનના અસંખ્ય અનુયાયીઓ બનાવે છે. ઈશ્વર એટલે અનન્ત શક્તિ ધરાવનાર આત્મા. ઘાતકર્મને નાશ થવાથી તથા પ્રકારની પુણ્ય પ્રકૃતિના પ્રબલ પ્રાદુર્ભાવથી ચોત્રીશ અતિશયચુત, મહાન પ્રભાવક અપૂર્વ તેજસ્વી અમારા તીર્થકરે હોય છે. પુણ્યના વિપાકરૂપ તે અતિશના ઉદયકાલને પ્રસાર કર્યા પછી તે પ્રભાવકે અજરામર અક્ષય સ્થાનને પ્રાપ્ત કરે છે. જ્યાંથી પુનરાગમન કરવાનું રહેતું નથી. જે મોક્ષથી તેઓનું પુનરાગમન થતું હોય તે ત્યાં રહેલા મુક્તિના જીવન પણ કર્મ સત્તાને પાસ માનવો પડશે ત્યાં જે કર્મને પાસ માનીએ તે પછી આત્માની