________________
૧૪૬ ]
કવિકુલકિરીટ ખરેખર પંજાબના ઇતર વિદ્વાનોની ઉન્મત્તા દૂર કરી હોય તે તે ચરિત્રનેતાની વસ્તૃત્વકલા અને તર્કશક્તિને આભારી છે.
ચરિત્રનેતાની સાથે કેટલાક વાદીઓના થયેલા પ્રશ્નો અને તેના તેઓશ્રીએ આપેલા જડબાતોડ જવાબોને ટુંક સાર યથાશ્રુત નેંધાયા છે, જે વાંચકે ધ્યાનથી વાંચશે. ચરિત્રનેતાને અવરનવર આર્યસમાજીછોને પરિચય વિશેષ થવાથી તેઓના સાહિત્યને તાગ કાઢવાની તક મલી, દયાનંદ સરસ્વતી તેમજ અન્ય વિદ્વાનોના આલેખેલા મૌલીક ગ્રન્થ બારીકાઈથી તપાસી લીધા, જ્યાં જ્યાં આર્યસમાજીનું વાદ વમલ ઊભું થતું ત્યાં ત્યાં આબાદ રીતે જયનૈયાને સામે કિનારે પહોંચાડવાની તરકીબ ઘણી સારી પેઠે શીખી લીધી. આર્ય સમાજનું એક મંડળ મહારાજશ્રીની મુલાકાતે આવ્યું, તેમાંથી એક જણે ગવ ભિમુખ બની કર્કશ ભાષામાં પ્રશ્ન કર્યો કે “જૈનના મહાવીર દેવ ઘનીષ્ટ બલવાન હતા. જેમની શક્તિ જન્મથી અસાધારણ કલાતી હતી, એજ શક્તિના પ્રભાવે જમ્યા કે તરત જ વામાંગુષ્ટથી મેરૂ પર્વતને ધુજાવ્યો. તે યુવાવસ્થા પ્રાપ્ત થયા પછી તેઓ ચાલતા હશે તે સમયે પલેપલે ભૂકંપ થતજ હશે.”
યુક્તિથી જવાબ–
ગંભીર મુદ્રાથી તાર્કિકશિમણી મહારાજશ્રીએ મધુરી વાણીથી જવાબ આપે કે, તમે પક્ષપાતના ઉંધા ચશ્મા નીકલી વિચારશો તે એ પ્રશ્નને આપોઆપ ઉકેલ આવી જશે. સાંભળો, મહાવીર પ્રભુના બલને પ્રયોગ માત્ર મેરૂ પર્વતને હલાવવામાં કારણ હતું. પ્રયાગ સિવાય બળ ગુપ્ત રહે છે. એ વાત કેમ ભૂલી જવાય છે? પ્રયોગ સાધ્ય નાનામાં નાની દિવાસળી હજારે ઘાસની ગંજીને બાળી ભસ્મીભૂત કરે છે, અને દિવાસળીનું આખું બેકસ ઘાસની ગંજીમાં સેંકડે વર્ષ સુધી પડી રહે તે પણ ઘાસને જરાય તે નુકશાન પહોંચાડી શકતું નથી.