________________
સૂરિશખર
[ ૮૫ ઇડરની જનતાને જૈન ધર્મની એક પાઠશાળા સ્થાપવાને ઉપદેશ આપ્યો અને જે ઉપદેશને ગુણાનુરાગી જનતાએ સહર્ષ વધાવી લીધે. જેના પરિણામે અત્રે સારા પાયા ઉપર ચાલુ થઈ જેમાં અનેકાનેક બાળો અદ્યાવધિ ધર્માભ્યાસ કરી, ધર્મક્રિયાઓ આરાધી, જન્મ સાફલ્ય મેળવી રહ્યા છે. તે પાઠશાળા હાલ શ્રી આત્માનંદ જૈન પાઠશાલા ના શુભ નામથી પ્રસિદ્ધ છે.
ચતુર્માસ બાદ સૂરિ પુરંદર વિહાર કરવા તૈયાર થયા. તેઓશ્રીના સદગુણોથી, અજોડ ત્યાગવૃત્તિથી, અચિન્ય નિઃસ્પૃહતાથી અને તેઓની નિસીમ નિરભિમાનતાથી, અત્રેના જન–હદમાં, તેઓશ્રીના પ્રતિ, પ્રશસ્ત ધર્મ રાગની લાગણીઓ, આ યોગની હંમેશ માટે માંગણીઓ કરી રહી હતી. આચાર્યપુંગવના ઉપદેશથી તીર્થોના સંઘે કાઢવાથી થતા પુણ્ય અને લાભને સમજી શેઠ મુલચંદ ફુલચંદે ઈડરથી કુંભારીયાજી તીર્થને સંઘ કાઢ. જેમાં સરિશેખરે તેમજ અન્ય મુનિવરે, ગામના તથા બહારના શ્રાવક શ્રાવિકાઓએ સત્સાહ ભાગ લીધે. પુનીત કુંભારીયાજી તીર્થની સર્વજનોએ સહર્ષ યાત્રા કીધી ત્યાં પૂજા સંઘ વાત્સલ આદિ સુકૃત્યે પણ થયા. ત્યાંથી સુરિવર અન્ય મુનિવર સાથે પુનઃ ઈડર સસત્કાર પધાર્યા. થોડા દિવસની સ્થિરતા કરી તત્ત્વ પિપાસુ જનતાને તસ્વામૃત પીરસી સંતુષ્ટ કરી, આચાર્ય શ્રી આદિ ઠાણું પંદરે ત્યાંથી વિહાર કર્યો. માણસા, પેથાપુર, વિજાપુર વિગેરે અનેકાનેક સ્થળે ધર્મોપદેશદ્વારા ભાવ દયાને વિસ્તાર કપડવંજ પધાર્યા. ભવ્ય સત્કારથી પ્રવેશ થશે. ત્યાં પણ તેમની દેશનાથી જનતા અત્યંત મુગ્ધ બની. વિહારને માટે તૈયારી થવા લાગી. તે જાણી જૈન સંઘે એકત્રિત થઈ સૂરિ પ્રવરને સ્થિરતા કરવા ઘણે આગ્રહ કર્યો, રાત્રિના સમયે લગભગ બે ત્રણ કલાક સુધી જેસભેર વિનતિ કરી. ધર્મ ધુર ધર સરિજીની રગેરગમાં શાસન પ્રભાવના કરવાની ઉદાત્ત ભાવના સવેગ વહી રહી હતી. વળી મૌન રહેવું એ એઓશ્રીના જીવનને સ્માર્થ મંત્ર હતો. શાસન સેવા માટે જેમણે સ્વજીવન સમપ્યું હોય, તે મહાત્માનું વચન