________________
સરિશેખર આતુર રહેતી. નિસ્પૃહી આચાર્ય દેવને અને ત્યાગી મુનિ મંડળને વેગ અહિંની જનતા માટે આ પ્રથમ જ હતું. એટલે જનતા અપૂર્વ આનંદ અનુભવે એ સ્વાભાવિક છે. ચાતુર્માસ માટે વિનંતી થતાં સંવત ૧૯૬૧ નું ચાતુર્માસ અત્રેજ થયું. જેમ જેમ ચરિત્ર નેતાને પ્રવચન દાનના સુઅવસરે મળતા ગયા. તેમ તેમ, વ્યાખ્યાન કૌશલ્ય અને સભાને ધર્મપાન કરાવવાનું ઉચિત નૈપુણ્ય, અજાયબી ભર્યું મેળવતા ગયા. માસા દરમ્યાન અભૂતપૂર્વ અનેક ધર્મ કૃત્ય થયા મહિપુરના ચાતુર્માસથી આચાર્ય દેવેશની અજોડ પ્રતાપની પ્રઢતાના સંદેશા સારીય માળવામાં વિદ્યુતવેગે વ્યાપી ગયા. ધન્ય છે. એ ગુણનિધાન અણુમેલ યોગીરાજેનાં ઉપકારેને !