________________
સશિખર
t ea
ગંગાના મનેાહેર ધાટ ઉપર વસતુ. કાશી એ અતીવ પ્રાચીન નગર છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચાર ચાર કલ્યાણુકા આ સ્થાનેજ થયેલા છે, દૃશ અગીઆર જિનચૈત્યાથી આ નગરી અતિમેાહક બની રહી છે.
સત્તર શિખરેાથી શાભતું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનુ` મંદિર અતિ રમ્ય અને મુખ્ય છે. આ વારાણસી નગરીથી ચારેક માઇલ દૂર એક સિ’હુપુરીનામક પ્રાચીન અને ઘણું રમણીય તી છે. અહિં ભગવાન શ્રેયાંસનાથના, ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળજ્ઞાન એ ચાર કલ્યાણકા થએલા હાઈ, પવિત્ર ભૂમિ મનાય છે. જયાંનું મંદિર સાક્ષાત્ સમેાવસરણનેજ યાદ કરાવે છે.
સિંહપુરીથી ચારકાશ દૂર ગંગાના તટ ઉપર ચંદ્રપુરી નગરી પ્રાચીન સમયની પ્રસિદ્ધિ પામેલી છે. હાલ પણ તેજ નામથી કાય છે, ભગવાન ચંદ્રપ્રભુના ચાર કલ્યાણુક અત્રે થયેલા હાવાથી આ કલ્યાણક ભૂમિને સ્પવા ધણા યાત્રાળુઓનુ આગમન ચાલુ રહે છે. ખીજું એક સુંદર જિનાલય ગંગા કિનારાપર ધમ શાળાથી નજીક દેવવમાનસમું કરતા કાટવાળું છે. આ કલ્યાણક ભૂમિને ઘણાંજ ભાવપૂર્વક સ્પર્શ કરતા તરણે તારક તીર્થંકર દેવાની સન્મુખ સ્તવના ભાવના અને પૂજાઢારા અતુલ આનંદ તેમજ આત્મ-વિકાશને પ્રગટાવતા આચાર્યશ્રી અને તેઓશ્રીની શીતલ છાયામાં રહેલ મુનિ—વ સકલ સંધ સમેત કાશીથી વિહાર કરી બિહાર સસત્કાર પધાર્યાં.
બિહાર પણ પ્રાચીન છે. જૈન વસ્તી પહેલાં ધણી વિપુલ હતી. તુંગી નગરી જે શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તે અહિંથી ઘણી નિકટવર્તી છે, અને હાલ તે તુંગી નામે ઓળખાય છે. અહિં` ચાર ભવ્ય મદિરા છે, જે શિલ્પકળાનું પુરાતન નૈપુણ્ય જણાવી રહ્યા છે, બિહારની પણ સઉં સથે ઘણીજ ભાવથી યાત્રા કરી કૃતકૃત્યતા મેળવી,
७