________________
૧૨૨ ]
કવિકુલકિરીટ આ રીતે શ્રી વિજયકમળસૂરીશ્વરજીને પિતાના ગુરૂદેવના પુસ્તક સંબંધમાં વિજય થતાં આખા પંજાબમાં આનંદ ફેલા. તેઓશ્રીએ ૧૯૬૪નું ચોમાસુ ગુજરાનવાલામાં કર્યું. આ વખતે ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, શ્રી અમીવિજયજી મહારાજ આદિ સાથેજ હતા અને પાછલથી શ્રી વલ્લભવિજયજી મહારાજ પણ લાહેરથી આવીને ગુરૂદેવ સાથે જોડાયા હતા.
ન્યાયાભ્યાસ
ઉપરોક્ત ચોમાસામાં ભાવિન શાસન સુભટ, શાસન મુકુટ, ચરિત્ર નેતા ગુરૂદેવની છત્ર છાયામાં વિદ્યાવિશારદ પંડિતજી શ્રી વાસુદેવજીની પાસે મુક્તાવલિ નામક ન્યાયના ગ્રન્થને અભ્યાસ કરતા હતા. અભ્યાસ અવસરે પિતે પંડિતજીને પણ વિશાલ તર્ક વિતર્કોના નિતાન્ત ઝરણેથી ઘડીભર ચકરાવામાં નાંખતા. અનુક્રમાગત પ્રત્યેક પદાર્થોને પંડિતજી જે પદ્ધતિથી સમજાવતા તે ગહન પદાર્થોના વિષયને પણ ઘણી જ સહેલાઈથી પિતાના બુદ્ધિ આદર્શમાં પ્રતિબિંબિત કરતા. અને ધારણા પટ ઉપર સ્મૃતિ ચિત્રોથી અવગાઢ ચીતરતા, પંડિતજીને પણ કહેવું પડતું કે આવા બુદિનિધાન અભ્યાસક વિદ્યાર્થીને મને પ્રથમજ મેલાપ થાય છે. મુક્તાવલિના અભ્યાસ સાથે દીન કરી, રામરૌદ્રી આદિગહન ટીકાઓનું પણ નિરીક્ષણ કરવાનું ચૂકતા નહિ.
પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજને પ્રભાવ, નિસ્પૃહતા, સત્યપ્રિયતા વિગેરે પુણ્ય પ્રકૃતિઓ હજારેને આકવંતી હતી. તેઓશ્રીના પરિચિત મુનિવૃન્દ તથા ગૃહસ્થ, જેમ ઘટાદાર વૃક્ષની ડાળે ડાળે મધુર મંજરી અને સુરવાદુ ફલેનું આસ્વાદન કરવા પક્ષી વર્ગ આવીને મલે છે. તેમ સેવા ભાવથી અને જ્ઞાન જિજ્ઞાસાથી તેમની નિશ્રામાં આવી વસતા. આ ચાતુર્માસમાં તેઓશ્રીની છાયામાં ઉપાધ્યાયજી શ્રીવીરવિજયજી મહારાજ મુનિરાજ શ્રી વલ્લભ