________________
સૂરિશેખર
તે છે, તે પછી તે પ્રાણુને ધર્મના પ્રચાર માટે નાશ થતું હોય તે તેના જેવી બીજી ધન્ય પળ કઈ અને તેના જેવું બીજું અહોભાગ્ય કયું?
વળી વિશેષ ખુશીની વાત તે એ હતી કે, જાહેર ભાષણકારા ઘણું જૈનેતરે ગુણાનુરાગી બન્યા હતા. જાહેરભાષણની પ્રચારણું કરવામાં ખાસ માસિક ત્રણસોના પગારદાર ક્ષત્રિયજાતિના ઉત્સાહી યુવક હતા, તેઓ જૈનધર્મમાં કેવી રીતે જોડાયા તે સહેજ વિચારીએ, ઉપાશ્રય નજીકથી જતાં એક દિવસ ચરિત્રનેતાને મધુર અને બુલંદ
સ્વર સાંભળી વ્યાખ્યાનમાં અંદર આવી વંદન અને વ્યાખ્યાન શ્રવણની સુંદર તક લીધી. તે દિવસે તેમને એવો અપૂર્વ રસ જાઓ, કે, હંમેશ વ્યાખ્યાનને અને જાહેરભાષણની પ્રચારણને લાભ લેતા, ઘણું મુસલમાને પણ માંસાહારને ત્યાગ કરી મહાત્મા પ્રત્યે બહુમાનવાળા બન્યા હતા.
સમાજીષ્ટાનું એક મંડળ મહારાજશ્રીને હેરાન કરવાના ઈરાદાથી બરના ટાઈમે મહારાજશ્રી પાસે આવી વાંકાટેડા પ્રશ્નો કરવા લાગ્યા, ઉન્મત્તાની માફક જેમ તેમ બેલવા લાગ્યા. ગુરૂદેવે એમના તમામ પ્રશ્નોના જડબાતોડ જવાબથી તેમને પરાસ્ત કર્યા, આખું મંડળ સ્તબ્ધ બન્યું. ત્યારે એક મંડળના અધિષ્ઠાતાએ જણાવ્યું કે આપ વિદ્વાન છે એ જાયું, પણ આજેજ તાર મૂકીને લાહેરથી હમારા વિદ્વાન પંડિતને બેલાવી પરધર્મને ખંડન કરવાનું પુર હમણુંજ ઉતારી દઈએ છીએ. આપે હમારા ધર્મનું ખંડન કરી હમારી નાલેશી (insult) કરી છે, પણ આવતી કાલે તૈયાર રહેજો.
અજ્ઞાનીઓ જેમ તેમ બકે તેની મહાત્માઓ પરવા રાખતા નથી, મહારાજશ્રીએ જણાવ્યું કે હું સર્વથા તૈયાર છું, પરંતુ વાદ બદલે વિતંડાવાદ ન લેવો જોઈએ. જિજ્ઞાસુઓની સાથે વાદવિવાદ કરવા
વીશે કલાક તૈયાર છીએ. બાકી અર્ધ દગ્ધની સાથે વિખવાદ સિવાય બીજું કાંઈ પરિણામ આવે નહિ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ,