________________
સરિશેખર
[ ૧ર આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજે હજારે જૈન જૈનેતરેની હાજરીમાં કરી. આ અપૂર્વ મહત્સવ જોઈ ગુજરાનવાલાના અને પંજાબના બીજા ભાગના ઢુંઢને દુખ થયું. અને આચાર્ય દેવનું
અહિત કરવા એક માર્ગ શોધી કાઢયે. પૂજ્ય આચાર્યદેવ શ્રીવિજયાનંદસૂરીજી મહારાજે રચેલા વેદમાં હિંસા દર્શાવતા પુસ્તકે શ્રી અજ્ઞાન તિમિર ભાસ્કર અને જૈન તત્વાદર્શ તરફ ઢંઢકે એ સનાતનીએનું ધ્યાન ખેચ્યું. અને જ|ળ્યું કે વેદની નિંદા કરનાર શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના શ્રી વિજયકમળમૂરિજી પટ્ટધર હોવાથી તેમની પાસે તેને ખુલાસે માંગે. આ સ્થિતિ સમજાતાં સનાતનીઓએ શ્રી વિજયકમળસૂરીશ્વરજીને ચેલેન્જ મોકલી. કે અજ્ઞાન તિમિર ભાસ્કરમાં અને જૈન તત્વદર્શમાં જે શ્લેકે વેદમાં હિંસા દર્શાવનાર પુરાવા રૂપે રજુ કરવામાં આવ્યા છે. તે પાઠ પુરવાર કરવા તેઓએ તૈયાર થઈ પુરવાર કરી આપવા. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ ઉપલા પુસ્તકમાં વેદના પાઠો રજુ કરીને એ બીના સાબીત કરી હતી; કે, વેદમાં પશુ યજ્ઞ કરવાનું અને શ્રાદ્ધની ક્રિયામાં પશુમાંસ ખાવાનું વિધાન છે. સ્થિતિ એટલી બધી વીફરી હતી કે સનાતનીઓએ આચાર્ય શ્રી ઉપર કાયદાસર ઉપાય છે ઉપલા વિધાને પુરવાર કરવા પગલાં ભર્યા. અને ગુજરાનવાલાના જડજ સરદાર જવાલાસહાયમિશ્ર સમક્ષ એ બાબતની તપાસ શરૂ થઈ. આ વખતે આચાર્ય દેવે કમાલ કરી, તેઓએ વેદના અનેક પુસ્તકે મેળવ્યા અને અજ્ઞાન તિમિર ભાસ્કરમાં અને જૈન તત્વદર્શમાં આપેલા પાઠે સાથે એ પુસ્તકના પાઠે સરખાવ્યા. ત્યારબાદ તેઓશ્રીએ એ સર્વે પાઠે સમજાવવા શ્રી અમીવિજયજી મહારાજ આદિને જડજ સાહેબ પાસે મેકલ્યા. સરદાર સાહેબ પિતે સંતના જાણુ હતા. મુનિ મહારાજશ્રી અમીવિજયજીએ પ્રતિપાદન
લીથી સરદાર સાહેબને બધા પાઠે સમજાવ્યા. અને તેઓને ખાત્રી થઈ કે અજ્ઞાન તિમિર ભાસ્કરમાં અને જૈન તત્વાદર્શમાં જે હકીકત છપાઈ હતી તે ખરી હતી. આથી સનાતનીઓની વિરૂદ્ધ ચુકાદો આવ્યો.