________________
૧૩૦ ]
કવિકુલકિરીટ આપણા ચરિત્રનેતાને વિજય જોતાં, સૂરિશેખર તથા અન્ય મુનિવરે મુનિરાજ શ્રી લબ્ધિવિજયજી મહારાજને “વાદિઘટમુદગરના” ઉપનામથી બેલાવતા. ગુણીઓના પ્રાપ્ત ગુણોની વિશેષ ખીલવટ ગુણ ગ્રાહક ગુરૂ દે તથા ગુણાનુરાગી સહચારી મુનિમંડળના ઉપર આધાર રાખે છે. અને સહચારીઓ ઈર્ષાલુ પ્રકૃતિ અને દેશવાલા હોય તે ગુણી પિતાના ગુણોની ખીલવટ કરતાં સંકેચાય છે.
ગુજરાનવાલાનું ચાતુર્માસ ધર્મ પ્રભાવનાની સાથે પસાર થતાં, ત્યાંથી વિહાર કરી નારેવાલ પધાર્યા. દીક્ષા યાચના –
સંસારની અસારતાથી કંટાળેલા, હૃદયમાં વૈરાગ્ય ભાવથી વાસિત બનેલા, ક્ષણમાત્ર પણ સંસારને સહવાસ ઈચ્છતા નથી. ભલે ધનવાન હોય કે કંગાળ હોય, બળવાન હોય કે નિર્બળ હોય, વૈરાગ્યવંતને સંસાર ઉપર સરખેજ કંટાળો હોય છે. દુર્ગધીના સ્થાનમાં સારા માણસને ક્ષણભરને પણ નિવાસ અત્યંત આકુલ વ્યાકુલ બનાવે છે. વિરક્ત આત્માઓ સત્વર સદગુરૂની સેવામાં સારમય સ્વજીવનને સમપી કતાર્થ થવા ઉત્કંઠા ધરાવે એ સ્વભાવિક છે. વૈરાગ્ય ભાવમાં ઝુલતા ઉમેદચંદ નામના એક ભવ્યાત્મા ગુજરાતના રહીશ પિતાની સેલ વર્ષની ઉમરે સંસારથી વિરક્ત બન્યા હતા. આત્માને એકાંતે સુખ આપનારી, રવાર કલ્યાણ સાધનારી શ્રીમતી ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરવા ઉત્સુક બની પ્રૌઢ પ્રતાપી શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની પાસે આવી વિનંતિ કરવા લાગ્યા કે હે જગદગુરૂ ! આ અગાધ સંસાર સમુદ્રમાં ડગમગતી અનેક તનમાત્રાના ખડકોમાં અથડાતી મારી જીવન નૌકાને પાર ઉતારે ! આપ જેવા સમર્થોની નિશ્રામાંજ હમારા જેવા પામરેને ઉદ્ધાર છે. ગુરૂદેવ આવી ધર્મવર્ધક વિનંતિ સાંભળી, કહેવા લાગ્યા કે, હે મહાનુભાવ! આવી સુંદર ભાવનાને અવિલંબે સફળ કરવી. જે સમયે સુંદર ભાવના પ્રગટ થાય તેજ સમયે અમલમાં મૂકવા