________________
૧૩ર ]
કવિકુલકિરીટ અને શ્રાવકવૃન્દ આ ગ્રન્થ સાંભળી મુક્તકંઠે બેલ કે, પંજાબ ઉદ્ધારક આત્મારામજી મહારાજનું નામ દીપાવનાર ભાવિમાં આ મહારાજ અસાધારણ વ્યક્તિ નીવડશે. ટુંક પર્યાયમાં પણ આટલી ઉચ્ચકક્ષાએ પહોંચ્યા તે પછી આગળ મહાન ધર્મરક્ષક બનશે એવી આશા કેમ ન બંધાય? - જીરાના શ્રાવકવર્ગને અવસર પામી ઉપકારી ચરિત્રનેતાએ કહ્યું, કે, અહીં તમે ધર્મવિષયક જાહેરભાષણ રખાવે જેથી જૈનેતર વર્ગમાં પણ જૈન ધર્મની મહત્તા વધે. મહત્વને પ્રશ્ન–
અત્રેના પંચમાં આ એક મહત્ત્વને પ્રશ્ન ઉભો થા. સહુ કઈ ઊંડા વિચારમાં પડ્યા. એક વૃદ્ધ અનુભવી શ્રાવકે જણાવ્યું કે, આપ જે જાહેર ભાષણની વાત કરે છે પણ તે અત્રે બનવું અશક્ય લાગે છે. કારણકે કોઈપણ દિવસે કેઈપણ જૈન વિદ્વાનનું જાહેર ભાષણ થયું જ નથી. લેકચર આપવાની પ્રથા અહીં છેજ નહિ. બાપજી! આતે પંજાબ દેશ અત્રેની ઝનુની જનતા અને તે વળી ઉશ્કેરાય તે નકામા ઝઘડામાં ઉતરવું પડે માટે મોકુફ રાખવું એજ શ્રેષ્ઠ છે. આ વાત સાંભળી મહારાજશ્રીએ જણાવ્યું કે તમે આવી વેવલી વાત કરી ડરશો તે જૈન ધર્મની મહત્તા સમજાવી દુનિયાને સમાગે શી રીતે વાળી શકાશે? ચરિત્રનેતા પણ આવી વાતથી ડરી જઈ પિતાને દઢ નિર્ણય મન્દ પાડે એમ ન હતા. પોતાના હૃદયમાં અન્યને સમજાવવાની શક્તિની પૂર્ણ ખાતરી હતી. મહારાજજીએ ત્યાંની પ્રજાને કેટલીક યુકિત પ્રયુક્તિ આપી સમજાવ્યા. એટલે તેઓના હૃદયમાં એ વાત બરાબર જચી જવાથી જાહેર લેકચર માટેની યોજના કરવામાં કમ્મર કસી.
પહેલું વ્યાખ્યાન
એક ભવ્ય ચેકમાં તૈયાર કરેલી વ્યાખ્યાનની સીટ ઉપર મહારાજ