________________
સરિશેખર
( ૧૧૫ ખીલતી ગઈ. તક ઉત્પન્ન કરી વક્તિવાલાઓને પણ સુયુક્તિથી પરાસ્ત કરવાની આવડત અજબ રીતે કેળવી. મુકુટમાં રહેલે મણિ મુકુટની શોભાને વધારે કરે છે. તેમ પિતાના ગુરૂદેવની નિશ્રામાં રહી. ગુરૂ દેવનું ગૌરવ વધારવામાં, ગુરૂદેવની કીર્તિને નિષ્કટક વહાવવામાં અને વધારે કરવામાં આપણા ચરિત્ર નાયકે કમ્મર કસી. વ્યાખ્યાનની આજ્ઞા –
અકસ્માત પૂજ્યપાદ વિજયકમળ સૂરીશ્વરજી મહારાજની તબીયત બગડી. અશકિત વધતી ગઈ અને તેથી જ વ્યાખ્યાનાદિ કાર્યોમાં અશક્ત બન્યા. શિષ્યના ગૌરવમાં પોતાનું ગૌરવ માનનાર એ મહાત્માએ પિતાના લઘુ અને વિદ્વાન શિષ્ય મુનિશ્રી લબ્ધિવિજયજીને આજ્ઞા આપી, ગુરૂઆજ્ઞાને શિરસાવદ્ય માની પ્રતિદિન વ્યાખ્યાનનું કાર્ય તેજસ્વીકાર્યું, જનતાને નવા નવા વક્તાઓને સાંભળવાની ઉત્સુક્તા હોય એ સ્વાભાવિક છે. સદ્ધર્મરક્ષક પુણ્યપ્રતિબિંબ વિજયકમલસુરીશ્વરજી મહારાજને ચરિત્ર નાયકથી બીજા અન્ય મેટા શિષ્ય વિદ્યમાન હોવા છતાં વ્યાખ્યાનની આજ્ઞા ચરિત્ર નાયકને જ કરવામાં આવી. ઘરમાં ઘણું પુત્રો હેવા છતાં કાર્યકુશળને વ્યવહારદક્ષ પુત્રને જ પેઢી સુપ્રત થાય છે.
આપણુ ચરિત્રનાયકે ઉત્સાહથી ભવ્યઆત્માઓને તારવાના એક શુભ ઈરાદાથી લશ્કરમાં વ્યાખ્યાનની પીઠ અલંકૃત કરી. સિંહનાદ જેવા બુલંદ અને કેયલ જેવા મધુર અવાજથી સભાને અત્યંત આકરી, ચરિત્રનાયકના વ્યાખ્યાનમાં ભાષાની જળહળતા અને તત્વજ્ઞાનના પીયુષને છંટકાવ હતે. તને દલીની લહેર હતી, રેચકતા અને બેધતાની અનેખી આત્મજ્ઞાન મૌક્તિક પ્રગટાવનાર છીપે હતી, લશ્કર ગામની અખીલ જનતા એ વ્યાખ્યાનમાં મંત્રમુગ્ધ બની, વ્યાખ્યાનમાં શરૂઆતથી તે અંત સુધી જનતાને પૂર્ણ રસીકતા બંધાઈ રહેતી,મિત્રોની મંડળીમાં ગૃહકુટુંબમાં એક જ વ્યાખ્યાનની પ્રશંસા વાયુવેગે પ્રસરી.વ્યાખ્યાનમાં વૈરાગ્યપર, આત્મવાદ, મૂર્તિમંડન, દયાધર્મ વિગેરે ભિન્ન ભિન્ન વિષયે ચર્ચાતા