________________
સૂરિશેખર
[ ૧૦૧ Hill ” ના નામથી ઓળખાય છે. અનેક તીર્થકરદેવો જે વસુધાના આશ્રય નીચે અવ્યાબાધ પદને વર્યા છે, જે મહાતીર્થની પુનીતતાને મહાજ્ઞાનીમહર્ષિઓએ મુક્ત કંઠે ગાઈ છે, જેની સ્પર્શના માત્રજ પ્રાણીઓના કલ્યાણને સાધવામાં પરમ કારણ મનાય છે. કુદરતી જ એ સેભાગી પહાડ ઉપર આબેહવા, દષ્ટિપ્રિય રમણીયતા,મઘટા અને અનેક મૂલ્યવાલી ઔષધિઓ ઘણીજ વખણાય છે. આ મહા–ગિરિની ઉંચાઈ અન્ય જૈન તીર્થોના ગઢેથી કેઈગુણ અધિક છે. આ પુનીત તીર્થ પર આજ અવસપિણિમાં થયેલ ચોવીશ તીર્થપતિઓમાંથી વીશ-તીર્થાધિપતિએ મેલ નગરીમાં જઈ વસ્યા છે. ઉંચામાં ઉંચા સાત રજજુના સ્થાનને જલદી પામવા માટે જ શું આવા અત્યુચ્ય પહાડને આશ્રય લીધો હશે, એમ કહી જવાય છે ! તે જિનેશ્વરના સ્મરણ રૂપ વીશ ટુંકોની વીશ દેરીઓ છે.
આ પહાડનું પણ કેવું અગણ સૌભાગ્ય કહેવાય કે, જે તીર્થકર દેવને નિવાસ-પ્રિય બની, પતે પણ પૂજનીયતા પ્રાપ્ત કરી !
વર્તમાન સમયમાં શ્રી શિખરજીની યાત્રા મુનિ માટે ઘણી જ અઘરી મનાય છે. કારણ, એકતે વિકટ દેશ, ને જૈનોની ઘણી જ અલ્પ વસ્તી, શ્રાવકોને સમુદાય મેટા પ્રમાણમાં સાથમાં હોય, તેજ આ પુનીતતમ તીર્થની યાત્રા, મહાપુણ્ય કરી શકાય છે. અન્ય તીર્થોને સંઘે ઘણી સુલભતાથી અનેકાનેક ધર્મનિષ્ઠ આત્માઓ કાઢે છે. પરંતુ આ મહાગિરિને સંઘ કાઢવા કોઈ ઉદાર અને વિરલ ગૃહસ્થજ તૈયાર થાય છે. પૂજ્ય આચાર્યશ્રીની શીતલ છાયામાં નિર્વિઘતાથી અનેક પ્રાચીન નાના તેમ મોટા તીર્થોની પગ–મુસાફરીથી યાત્રાઓ કરતાં કરતાં, સઉ સંધ પતિતપાવન ગિરિરાજની પુનીત છાયામાં આવી પહોંચતાં હર્ષને પાર ન રહ્યો.
પુનીત પહાડના દર્શન થતાં વેંત જ સમસ્ત જનવૃંદ ભાવના અને ઉલ્લાસમાં ગરકાવ થયો. સર્વેના મુખ પર હઈ, હર્ષ ને હાની