________________
રિશેખર
[ &
*
શ્રી ગુણીયાજી તીર્થ “ ગુણુશીલ ઉદ્યાન ” નામે પુરાતન સમયમાં ઓળખાતું હતું. અને એ ઉદ્યાન પહેલાં રાજગૃહીનુ જ હતું, હાલમાં, રાજગૃહીથી તે ખાર માલજ દુર છે. આ વનની ભૂમિ પ્રભુજીના તથા ભગવાન શ્રી ગૌતમના પુનીત પાદપદ્મથી પાવન થઇ છે. ત્યાંના વિશાળ મંદિરમાં પ્રભુ મહાવીર મૂળનાયક તરીકે વિરાજે છે, તેમાં સંવત ૧૬૮૬ ના લેખ છે. આ મદિર પણ જળાશયના મધ્ય ભાગમાં આવેલું હાઈ શ્રી પાવાપુરીજીના જળમંદિરની યાદગીરી આપે છે. અહિંથી ભગવાન શ્રી ગૈાતમસ્વામિજીની જન્મભૂમિ શ્રી કુંડલપુર-(ગુમ્મરગામ) જીહાર્યું, જ્યાંનુ દેરાસર ન્હાનુ` છતાં મનેાહર છે,
પુનિતભૂમિઃ—
કુંડલપુરથી રાજગૃહી આવતા સઉ સંધને પરિશ્રમ તેા લાગ્યા. છતાં ભાવનાના વેગમાં, તેની ગણના નહિં કરતાં, યાત્રા માટે વિશેષ ઉત્સાહવત બન્યા, આ રાજગ્રહી નગરીમાં અંતિમ કેવલી શ્રી જખુ સ્વામિજી, ધન્નાશાલિભદ્ર, મેઘકુમાર, સુલસા શ્રાવિકા વિગેરે ભાગ્યવતાના જન્મ થયેલ હતા. ભગવાન પુનીતપાદ્ મહાવીરપ્રભુ પણ અહિં ઘણીવાર પધાર્યા છે. અહિંના પહાડાની ભૂમિ ધણી પૂજનીય સ્પશ્ય મનાય છે. ભગવાનના અગ્યારેય ગણધર ભગવંત અહિં જ નિર્વાણપદ પામ્યા છે. આ નગરીના પાંચેય પહાડા, એ હાથની પાંચ આંગળીઓની જેમ એક બીજાને સંકળાઈને રહેલા છે. એ પાંચ પહાડાની યાત્રા બહુ અદ્ભૂત છે. એ પાંચેના નામ શ્રી વિપુલગીરી, રત્નગીરી, ઉદયગીરી, સુવ`ગીરી અને વૈભારગિરિ કહેવાય છે. એ પાંચેય પાવન પહાડાની હૃદયસ્પશી અને આલ્હાદક ભક્તિભીની ભાવનાથી ઐયતાપૂર્વક સકલ સંઘે યાત્રાઓ કરી.
ચરમ જિનેશ્વર દેવ શ્રી મહાવીર દેવનું જન્મસ્થાન શ્રી ક્ષત્રિયફંડ ઘણુંજ રમણીય છે. જો કે હાલમાં ત્યાં જૈનાની વસ્તી ફુંકા