________________
૧૦૦ ]
કવિકુલકિરીટ પ્રમાણમાં છે. પરંતુ, વૃદ્ધ સ્ત્રીની રેખાઓ ઉપરથી, તેણીની યુવાવસ્થાની તેજસ્વિતા જેમ કળી શકાય છે, તેમ અહિંની આજુબાજુની નાજુકડી ટેકરીઓ, અદ્દભૂત પ્રાચીન અવશે, વિશુદ્ધ વાતાવરણ અને રમણીય વૃક્ષ-ઘટાઓ આ ગામની પ્રાચીન આબાદીને પૂરવાર કરે છે. તલેટીમાં એક ભવ્ય દેરાસર છે. ક્ષત્રિયકુંડ પહાડ ચડાવ આડે
અવળે અને કઠીન છે. પહાડપર ચડતાં, સઉને વૃક્ષની ઝુંડ-ઝટ નિરખી ઘડીભર ભય પેદા કરતે. પરંતુ ભાવનાણી પિતજ જાણે ઊંચે ગમન કરતી હતી, જેથી અહિંના ચઢાવનો પરિશ્રમ અને નિજંન સ્થાનને ભય કાણુ હિસાબમાં ગણે? કારણ આ નગરમાં પ્રભુજીન ચ્યવન, જન્મ અને દીક્ષા ત્રણ ત્રણ કલ્યાણક થયેલાં છે.
આ પંચતીથીમાં પાંચમું તીથી શ્રી કાકદીજી કહેવાય છે. જ્યાં શ્રી સુવિધિનાથ પ્રભુના ચાર કલ્યાણ થયાં છે. મંદિરમાં પૂજા ભકિત કરી સઉએ ઘણે આનંદ મેળવ્યું.
આ વિકટ છતાં મહામૂલી યાત્રા કરી મહાતીર્થ શ્રી સમેત શિખરજી પ્રતિ વિહાર લંબાવ્યો. માર્ગમાં આ મહા–પહાડથી ૨૦ માઈલ દુર કવાલીકા નદી આવી. જે નદીના તટે “ગે–દૌહિક આસને ' પ્રભુ શ્રી મહાવીરદેવે અતીવ દુર્લભ કેવળજ્ઞાનની અનંતી
તને પ્રગટ કરી હતી. આ નદીની આજુબાજુનું વાતાવરણ ઘણુંજ પવિત્ર અને શાંતિ ભર્યું છે. પ્રભુના કેવળજ્ઞાન થયાના સ્મરણે આ સ્થાન જોતાં કુદરતીજ વચગાળાના સમયના પડદા ઉંચા થતાં તાજાં બને છે. અને અનેરી આત્મ–શુદ્ધિ પ્રગટ થાય છે. અહિંનાં નાનાં મંદિરમાં સઉએ દર્શનનો લાભ ઉઠા. જુવાલિકાથી વિહાર કરી એ મહા પહાડની તલાટી મધુવન માં આવતાં હર્ષઘેલા સકલ સંઘે પુનીત પહાડના દર્શન, તેમજ તલાટીના વિશાળ અને સુંદર સાત મુખ્ય જિન ચેત્યેનાં દર્શન કર્યા.
આ શ્રી શિખરજી ) પહાડ “ The Parasnath