________________
કવિકુલકિરીટ વહેણ પણ શાસન સેવા માટે જ છે. નિઃસ્વાર્થ પ્રવૃત્તિક મહાત્માઓ
જ્યારે જ્યારે જ્યાં જ્યાં વચન ઉચ્ચારે છે, પ્રવૃત્તિઓ આદરે છે, ત્યારે ત્યારે ત્યાં ત્યાં શ્રી જૈન શાસનની સેવાજ જળહળે છે. લગભગ બે ત્રણ કલાક સુધી રેવાની વિજ્ઞપ્તિ થયા પછી, કપડવંજની ભાવુક જનતાને શુભાશયી મહાત્માએ જણાવ્યું કે, કેઈ વિશેષ ધર્મને લાભ થતું હોય તે સ્થિરતા થાય, બાકી તે વિહારને પ્રાયઃ નિર્ણય થઈ ગયો છે. બસ એટલું જ સાંભળતાં ધર્મપ્રેમી જનતાએ, તેઓશ્રીને જણાવ્યું કે, આપ શ્રી જે ધર્મ પ્રભાવનાનું કાર્ય ફરમા, તેમાં તન, મન ને ધનને વ્યય કરવામાં અમે તૈયાર છીએ. મધુર અને પરોપકાર રસને ઝરાવતા આચાર્યશ્રીએ જણાવ્યું કે, આર્ય સમાજીઓએ જૈનમત સમીક્ષામાં જૈન ધર્મ પ્રતિ કરેલ કુટીલ આક્ષેપિના પ્રતિકાર બાબતને દિલ્હીની કોર્ટમાં એક કેસ (case) ચાલી રહ્યો છે. હાલ તેમાં મદદ કરવી એ શ્રેય માર્ગ છે, અને શાસનહિતનું કાર્ય છે. વિપક્ષ તરફથી જૈનધર્મ પ્રતિકુલ આક્ષેપ થાય, જૈન ધર્મની અપભ્રાજના કરાય અને સત્ય સનાતન તો નિંદાય, ત્યારે શુદ્ધ જેની તરીકેની પ્રત્યેકની ફરજ છે, કે તે તે આક્ષેપને હટાવી શાસનને વિજયધ્વજ ફરકાવવો.
સંમિલિત ત્યાંની જનતાએ તુરતાતુરત તેઓશ્રીના વચનને આદેશરૂપ માની સાત જેટલી રકમ એકઠી કરી. અને ત્યાં મેલવા માટે કબૂલું. સૂરીશ્વરજીની સ્થિરતા દરમ્યાન અનેક સ્તુત્ય સુકા થયા.
| દિલ્હીને કેસ દિલ્હીના જ સાથે પિતાનાજ ખર્ચે પતાવ્યો. અને અંતે વિજય મેળવ્યું. કપડવંજની ટીપના રૂપિયા દિલ્હીથી સ્વીકારવા ના પાડી, તેથી ત્યાં મોકલવા મેકુફ રહ્યા. જે રકમની વ્યવસ્થા કરવા શ્રી સંઘે એકત્રિત થઈ. મંદિરની, ઉપાશ્રયની, તેમજ અન્ય ધર્મસ્થાનની વ્યવસ્થા જળવાય, એવા મહત્વ પૂર્ણ હેતુંથી એક ધર્મની પેઢી બોલવામાં આવી. જે મીઠાજી કલ્યાણજીના નામથી પ્રસિદ્ધ છે. તે