________________
૮૪ ]
કવિકુલકિરીટ સકલસંધે એકત્રિત થઈ ચાતુર્માસની સ્થિરતા માટે વિજ્ઞપ્તિ કરી. અને ત્યાં સૂરિપ્રવરનું સંવત ૧૫૯ નું ચેમાસું થયું.
ચાતુર્માસ દરમ્યાન જુદાજુદા વિષયોને ચર્ચતી દેશના ચાલતી. તે દેશનાને જૈન જૈનેતર જનતાએ ઘણો જ અનુમોદનીય લાભ ઉઠાવ્યો. આ સુઅવસર આ ગામ માટે અભૂતપૂર્વ હતું. કોણ હતભાગી આવી સોનેરી તક ગુમાવે? સઉ કઈ કૃત્યમાની આચાર્ય દેવની નિશ્રામાં ધર્માનુષ્ઠાનેને આરાધવામાં ઉઘુક્ત બન્યા.
બીજાપણ શાસન પ્રભાવનાના સુકાર્યો અનેક થયાં. આપણા પૂજ્ય ચરિત્રનેતા પણ સૂરિવરની નિશ્રામાં રહી યથાશક્ય ધર્મ-પ્રચારણા કરવી ચુકતા નહિં.
દુન્યવી જ્ઞાન સંપ્રાપ્ત કરવાના, વ્યવહારિક કુશળતા કેળવવાના, નિરાબાધ આજીવિકા ચલાવવાના સાધને હસ્તગત કરવાના ઉપાયો જગમાં અનાયાસે અનેકાનેક સ્વયમેવ અથવા સ્નેહીઓની પ્રેરણાથી માનવીઓ મેળવે જ છે. અને તેમાં નિષ્ણાતતા પણ પ્રાપ્ત કરે છે. પણ આત્માના વાસ્તવિક જ્ઞાનને વિકાસ કરનાર, પુણ્યને પાપના ભેદની ઓળખાણ કરાવનાર, હિત અને અહિતવાળા માર્ગનું યથાતથ્ય જ્ઞાન પ્રગટાવનાર શિક્ષક અને શિક્ષણના સાધને, ભાગ્યવંતેનેજ સુલભ થાય છે. દુન્યવી શિક્ષણે કરતાં આલેક અને પરલેકમાં ઈષ્ટ–પ્રાપક જો કોઈ પુષ્ટ સાધન હોય તે તે ધાર્મિક શિક્ષણજ છે. જે ધાર્મિક શિક્ષણ અન્ય અખિલ શિક્ષણ કે કલાઓને એક સાગર છે. જૈન પાઠશાળા
આર્ય દેશમાં, તેમાંય જૈન કુળમાં જમ્યા પછી, જેન બાલનું માનસ, જૈન ધર્મના જ્ઞાન તરંગોથી ભીંજાય નહિં, રંગાય નહિં, તરબલ બને નહિં, તે ખરેખર માનવું જ પડે કે હાથમાં નિધાન હોવા છતાં કંગાલીયત ! આ ઉદેશ અને શુભ આશયથી સૂરિવ