________________
સૂરિશેખર
It ૮૯
જનતાને, તે ઘણાજ રેચક થઈ પડયાં. એટલું જ નહિં પણ આચાર્યશ્રી તેમના પ્રવચન, અને તે પ્રવચનથી થતી અસર સાંભળી ખૂબ ખુશાલી દર્શાવતા. પ્રાયઃ માર્ગના લગભગ દરેક ગામમાં તેમને જ વ્યાખ્યાન આપવાને પ્રસંગ મળતે ગયે. જેથી ધીમે ધીમે પણ ચેકસ રીતિએ અને આકર્ષક રીતે તેઓએ વ્યાખ્યાન વિદ્યાને વિકસ્વર કરી. ભરૂચમાં ધર્મપ્રેમી જનતાએ ઘણાજ ઠાઠપૂર્વક પ્રવેશત્સવ કરી શાસને પ્રભાવના કરી.
પ્રકરણોના અભ્યાસક અને ધર્માનુષ્ઠાનના સંપૂર્ણ અભિરૂચિવાળા અનુપચંદભાઈ પણ પૂજ્ય સૂરિ પ્રવરની ધોધમાર ચાલતી ત ભાવિની દેશનાને અપ્રમત્ત બની લાભ લઈ રહ્યા હતા. આપણા ચરિત્ર નેતાશ્રીને પણ અમુક અમુક પ્રસંગે પ્રવચન માટે પૂજ્ય શ્રી તરફથી આજ્ઞાઓ થતી. અને સહર્ષ તેઓ જનપ્રિય અને ધર્મતત્ત્વ બોધક અનેકાનેક વિષયો પર યુકિત પુરસ્સર પ્રવચન આપતા. તે વ્યાખ્યાનેમાં ખાસ અગત્યની ખુબી તે એ હતી કે, કર્મગ્રન્થના તેમજ અન્ય પ્રકરણોને સૂક્ષ્મ અને ટેડા વિષયોને પણ, એવા તે સરળ અને રોચક બનાવી જનતાને જચાવતા કે જેની ખૂબીજ ન્યારી હતી. વળી તેઓશ્રીની કંઠની મધુરતા અને સ્વરની બુલંદતા તે સેનામાં સુગંધીનું જ કામ કરી રહી હતી. દીક્ષા–પર્યાયને ટુંક સમયજ થયું હોવા છતાં, દેશના આપવાની અને સરળ તેમજ રેચકશેલીએ જનતાને આકર્ષવાની શક્તિએ અજોડપણું ગ્રહણ કર્યું હતું.
ખરેખર ! યુવાનીનું સીલું ઝમ, કંઠની સુસ્વરતા, તત્ત્વને અજબ બધ અને તર્કશાલી પ્રતિભા, એ બધીય શક્તિઓ જેમાં ખીલેલી હોય, તે વ્યક્તિને વચન–પ્રવાહ આદર્શ અને આનંદદાયી કેમ ન બને !
ભરૂચથી ઉગ્ર વિહાર કરી, આચાર્ય પુંગવની સાથે આપણું ચરિત્રનેતા, અનેક ગામમાં જૈન-જૈનેતર પ્રજાને જાહેર ધર્મવ્યા