________________
દ
૭૨ ]
કવિકુલકિરીટ પુણ્યોદયે આવું દીક્ષાના પ્રસંગનું સૌભાગ્ય આજે અમેને સાંપડે, તે કેમ ન વધાવી લઈએ? અમારા શરીરમાં જ્યાં સુધી ચેતના છે, ત્યાંસુધી તે પુણ્યાત્માનું રક્ષણ કરવા, અને આપની સંપૂર્ણ સુખાવહ આજ્ઞાઓ માનવા અમે નિતાંત તૈયારજ છીએ. અને તેમાં અમારું પૂર્ણ કલ્યાણજ માનીએ છીએ. | શ્રાવક સંધને આ પ્રમાણેને મજબૂત ધર્મભાવ જોઈ, લાલચંદભાઈને આજ ગામમાં સંયમપ્રદાન કરવું, એ નિર્ણય વધુ દઢ થયો. પણ તેમની પરીક્ષા ખાતર પૂછયું કે દીક્ષા લેનાર વ્યક્તિના કૌટુંબિક માણસાથી અહીં પ્રબંધ સાથે આવશે, અને ફાવશે તેટલા પિતાના પ્રયત્ન જાશે તે તમારી પાસે શા શા બચાવ છે? જેસીલીને હસીલી જનતાએ જણાવ્યું કે, ગુરૂદેવ! આ રાજ્યમાં માણસાની હદ નથી. અને લાલચંદભાઈ પણ ૧૯ વર્ષની પુખ્તવયના છે, એટલે રાજ્ય કાયદાની રૂપે તદન સ્વતન્ત્ર છે. દુનિયાના વ્યાપારમાં, સાંસારિક આજીવીકાની પ્રવૃત્તિઓમાં જ્યારે તેઓ સ્વતન્ત્ર છે, ત્યારે આત્માના વિકાસ માટે હિતકર શ્રેયમાર્ગને સાધવામાં સ્વતંત્ર કેમ ન હોઈ શકે? વળી બળજેરી કરશે તે, અમે પણ બળવાળા છીએ, તે તે આપ જાણો જ છે.
આચાર્ય પુંગવે કેમળ ધ્વનિથી જણાવ્યું કે તમારી ભાવના, અને આજ્ઞા પાલકતા જોઈ હું ખુશ થાઉં છું. બાકી આમાં વિન આવે તેમ લાગતું નથી. કારણકે લાલચંદના પિતા સ્વર્ગસ્થ થયેલ છે. તેમની માતુશ્રી, તથા જેએને ત્યાં હાલ નિવાસ કરે છે, તેઓની ફેઈ દલસીબાઈ ધર્મ પરાયણ છે. ખુદ લાલચંદ હિંમતના દરિયા છે. ભાવનાનું મંદિર છે. એટલે દીક્ષાનું સુકાય જેવાને તમને અલભ્ય પ્રસંગ સાંપડશે. પણ સાવચેત તે રહેવું જ. દીક્ષા પ્રદાનઃ
પૂજ્યપાદ આચાર્યશ્રીએ વિચાર્યું કે ત્રણ ત્રણ વખત દીક્ષા