________________
સરિશેખર
[ ૭૫
તમોએ હાથ ન લગાવ વાત ચીત કરે, અને તમે જાણો છે, કે તેની દીક્ષાની ભાવના તે ક્યારની ઉચ્ચ કોટીની વહેંજ છે. તેને સફલ કરવા તમારી રજા પણ માગી જ હતી. શક્ય પ્રયત્ન પણ કરી ચૂક હતું. એટલે તમારે એ પણ સમજવું જોઈએ કે નાહક અંતરાય કરવાથી શું ફાયદે? કલ્યાણને માર્ગ ભલે અંગીકાર કરે?
તેઓના કુટુંબિક અને નૂતન દીક્ષિત વચ્ચે કેટલેક વાર્તાલાપ થયો.
તેઓએ કહ્યું “હે લાલચંદ! અમને તું કહીને આવત, તે , અમે શું નિષેધ કરત? દીક્ષા લેવી, હતું, તે લેવી હતી. પણ આવી રીતે ભાગી જવાથી શો ફાયદે? અમને બધાયને ચિંતામાં નાંખ્યા અને શોધાશોધ કરાવી. તને માણસામાં ઠાઠમાઠથી દીક્ષા અપાવશું. એકવાર તમારી સાથે ચાલ. આ શબ્દ લાલચંદભાઈની વધુ સમી હૃદય ભૂમિને ભેદે તેમ ન હતા. પણ વિશેષ દૃઢતાને આપતા હતા.
શ્રી લબ્ધિવિજયજીએ જવાબ આપ્યો કે, વાહ! એકવાર કૂવામાં નાંખીને, બહાર કાઢવાની લાલચ આપવી, એ કેવલ અજ્ઞાનતા ભરી મહરાજાની બાળચેષ્ટાજ છે. ત્યાં લઈ જઈને પુનઃ દીક્ષા અપાવવાનું કહે છે, તે આ સ્વીકારી છે, તે શું બેટી છે? તો જે સાચા ‘હિતસ્વી છે, સાચા સંબંધિઓ છે, તે એમ કહે કે “ હું જે સંયમ સદ્ભાવનાથી ગ્રહણ કર્યું છે, તે યથાર્થ પાલનકર, અને તારા આત્માનો અને અમારે પણ ઉદ્ધાર કર !” તમારા વચનોની જાળ તમે સંસાર કારાગૃહમાં મને ફસાવવાને જી રહ્યા છે, સંસારક્ષણિક છે. અનેક જન્મે છે, અને ચાલ્યા જાય છે. થોડા સમયનો મેળે છે. તેમાં મેહને છેડી આત્મવિકાસ માટે કોઈ જોડાય તો તેને સંસારમાં ફસાવવા યત્ન આદર, એ સાચા સ્નેહીઓનું કર્તવ્ય ન મનાય.
વિશેષમાં જણાવ્યું કે, આવો ઉત્તમ માર્ગ મેં સ્વીકાર્યો છે, તે તમે ખેદ કેમ કરે છે? પુત્ર વેપાર કરી લાખ રૂપીઆ લાવે, તે તેને સ્વીકારવામાં આનાકાની થતી નથી. તે કમાતી વખતે “મને