________________
૭૮ ]
કવિકુલકિરીટ ઈષ્ટ-સાધકમંત્ર માની જપવા લાગી. અદ્યાવધિ તે સેનેરી સુપલને, કેઈ સજને સંભારે છે.
વડનગરમાં પધારતાં, ત્યાંના શ્રદ્ધાસુસંધે, પ્રવેશ મહોત્સવ ઘણે ઠાઠથી કર્યો. અને ભાવભીનાહંદથી મધુર દેશના–શ્રવણને લાભ પણ લીધે. જેમાં ધર્મના સાધને, ફળે, અને માનવ જન્મની સાર્થકતા, એ વિષયક બેધક અને રેચક શૈલીથી સમજાવવામાં આવ્યું જે પ્રવચનોથી જનતામાં નવચેતન્ય પ્રગટયું હોય તેવી જાગૃતી જણાઈ.
આપણા ચરિત્ર નેતા મુનિપ્રવર શ્રી લબ્ધિવિજયજી મહારાજ ગુરૂ શુશ્રુષામાં બહુ તલ્લીન રહેતા આચાર્યવરની શીતલ છાયામાં સવિનય જ્ઞાનાભ્યાસ પણ બહુ ખંતથી કરતા તેમજ અનેક ગુરૂગમ્ય અનુભવેને પણ સાથે સાથે શીખતા. અર્થાત કે, તેમનું જીવન જ્ઞાનાભ્યાસ અને ગુરૂચર્યામાંજ પરોવાયેલું રહેતું. શું આટલી ખત, ભાવિની ધર્મ ઇમારતને સહામણી અને મજબૂત બનાવવાજ અત્યારથી આદરવી શરૂ નહિં કરી હોય ! - વડનગરથી વિહાર લંબાવતાં, રસ્તામાં અનેક યાત્રાઓ કરતાં. પ્રાચીન જીન બિંબને જુહારતાં, ગ્રામ્ય અને શહેરી જૈન જૈનેતર વર્ગમાં ઉપકાર કેટી વિસ્તારતાં શ્રી મહાન તારંગાજી તીર્થમાં પધાર્યા.
શ્રી તારંગા તીર્થ, જૈન આલમનું એક પૂજ્ય, માનીતું તેમજ ઘણું પ્રાચીન મનાય છે. જે તીર્થની મહત્તા, અનેક રાજાઓએ, અને આચાર્ય મહારાજાઓએ ત્યાંના સંઘે કાઢી, અને ગુણ ગાઈ યથાર્થ રીતે વધારી છે. ગુર્જરેશ પરમહંત કુમારપાલ ભૂપાલે, આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરના ઉપદેશથી, આ પવિત્ર તારંગા તીર્થના સહામણું ગઢ ઉપર એક અદ્ભુત છનાલય બનાવ્યું છે. મંદિરની કારીગરી કળા કૌશલ્ય, ઉંચાઇ, વિશાલતા, અને ટકાઉ બાંધણી, અદ્યાપિ શિર ડેલાવી રહી છે. જેને સેંકડે વર્ષ થયા છતાં પણ હાલ પણ પ્રેક્ષકોને જતાં તાજું જ બન્યું હોય તેવો ભાવ પેદા થયા વિના રહેતું નથી,