________________
૬૮]
કવિકુલકિરીટ અમાપ શક્તિઓને સંચાર કરી આત્માનંદના સાચા સાધનરૂપ સંયમપંથે વરવાની કામના કહે, તમન્ના કહે, યારે તેને પ્રબલ ઇચ્છા કહે, તે એકજ વિરકતેના હૃદયમાં વસી હોય છે.
રાતોરાત પ્રયાણ
લાલચંદભાઈવિચારે છે કે સ્વાથી સગાઓ, સંયમપંથે વિચરવાની આજ્ઞા આપે એ આકાશ કુસુમવત ભાસે છે. માટે અત્રેથી છટકી જવા યોગ્ય તરકીબ રચવી જ પડશે એ હેતુથી લાલચંદભાઈએ થોડા દિવસથી દલસીબાઈના ઘરની પાસે બબલભાઈ નામના એક મિત્રનું ઘર હતું ત્યાં જઈ સુઈ રહેવાનું શરૂ કર્યું. તેમની સાથે વાત કરી રમત ગમતમાં સમય વ્યતીત કરવા લાગ્યા. મિત્રને ચોક્કસ વિશ્વાસ થયે કે મને પૂછ્યા વિના કેઈનાનામાં નાનું પણ કાર્ય કરે તેમ નથી.
રાત્રિને સમય હતે જનતા ઘેરીનિદ્રાના તાલમાં તલ્લીન બની હતી. નિજનતા બધે છવાઈ રહી હતી. લાલચંદભાઈ પિતાને લાગ શોધી રહ્યા હતા. ચારે તરફ બારીકાઈથી નિરક્ષણ કર્યું. કોઈપણ જાગૃત અવસ્થામાં નજરે ન પડતાં ત્વરાથી ઘર બહાર નીકળ્યા. બરૂ જવા માટે પ્રથમથીજ વાહનની વ્યવસ્થા કરી હતી. ઈસારા અનુસાર ઉંટના માલીકને જગાડી બેરૂના માર્ગે પ્રયાણ આદર્યું ઉંટવાલાએ લાલચંદભાઈને ઘણા પ્રશ્નો કર્યા પરંતુ તેના પુછાયેલા અટપટા પ્રશ્નોના સચોટ રદીયા આપી ત્યાગની મહત્તા અને જરૂરીયાત સાબીત કરી સંસારના કડવા અનુભ, સંસારની ભયંકર સ્થિતિ તેને સ્વાથી અને કૃત્રિમ પ્રેમ વિગેરે વસ્તુઓને એવી સરસ રીતે સમજાવી કે તે પણ ઉચ્ચત્યાગ માર્ગનું અનુમોદન કરવા પ્રેરાયે.
પ્રાતઃકાલને સમય સૌ કોઈને નિસ્તંદ્ર બનાવી રહ્યો હતે. સૌ પિતાપિતાની ઈષ્ટ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ રહ્યા હતા, તે સમયે લાલચંદભાઈ