________________
૬૨ ]
કવિકુલકિરીટ સદ્દજ્ઞાનને અગર સન્માર્ગને હસ્તગત કરી શકતી નથી. અલ્પ પ્રયાસ જીવનને અતિશય દીપાવવું હોય તે સંત સંગને ઝંખે. કોઈ વ્યાપારી ઘણું પ્રયાસે લાખની મીલકત મેળવી ઉદાર વૃત્તિથી તે કઈને ભેટ આપી દે તે તે લેનાર વ્યક્તિને જરાપણ પરિશ્રમ કરે પડતું નથી. અને આપોઆપ ધનવાન બને છે, તેવી રીતે સદ્ગુરૂઓ અનેક સ્થળમાં વિચરી પ્રાપ્ત કરેલા દુર્લભ અનુભવે વિકટ તપશ્ચર્યા તપી મેળવેલી
અચિત્ય શક્તિ તેમજ અનુપમ જ્ઞાન હૃદયથી શુશ્રુષા કરનાર શ્રદ્ધાળુ વર્ગને આપે છે.
લાલચંદભાઈ પણ પ્રથમથીજ નિગ્રંથ ગુરૂવારે પર અસાધારણ પ્રીતિ ધરાવતા હતા.
અનેકધા મહાપુરૂષના ઉપદેશથી જીવન સુસંસ્કારોથી ઘડાતું જતું હતું. સંયમ ભાવના વેગવતી બનતી જતી હતી, પણ જીવન સુકાનીની ખામી હતી. બાળવયમાં સુસંસ્કારની ભૂમિકા વજયી સંગઠીન થઈ હોય તે ઉપર ચણાયેલી સંયમ ભાવનાની મજબૂત ઈમારત શિથિલતાને કેમ ભજે? સદગુરૂ પરિચય:– - પરમ વિશુદ્ધ અને તારક દેશનાના પ્રભાવે માણસાની જૈન જૈનેતર જનતા આકર્ષાઈ હતી. એ વિચક્ષણ મહાત્માની વાણી સાંભળવા સહર્ષ આવતા. વ્યાખ્યાન બાદ ધર્મની અનેક ચર્ચાઓ ચલાવતા, આચાર્યશ્રીની દેશનામાં કુદરતે તત્વવેગ હતા. એમની આકૃતિ ભવ્ય હતી જેથી આગતુક જીજ્ઞાસુ તાવેત જ સહેજે ઝુકત. વચન શ્રવણ કર્યા બાદ તે પરમ સુશ્રુષક બને તેમાં તે પૂછવું જ શું? અખિલ જૈન જૈનેતર સમાજ તે દેશનામૃતનું પાન કરવા લાગ્યું. તે પછી દીક્ષા ગ્રહણ કરવા ત્વરિત બનેલા આપણા ચરિત્રનેતા તેથી વંચિત કેમજ રહે ? ભાવભીને માનસથી પૂ. આચાર્યદેવેશની છાયામાં અનેક વખત જતા. અને તેમની પાસે દીક્ષા ભાવનાની કલ્પવેલડીને