________________
કવિકુલકિરીટ બધાં જાગ્યા. રાત્રિને સમય હોવાછતાં ઘણા લેકે એકત્રિત થઈ ગયા. અને જતાં રોક્યા. અને લાલચંદભાઈને ચારે તરફ વીંટી ચેકી પહેરે કરતા સમજાવવા લાગ્યા કે, અલ્યા લાલુ આ સમયે ક્યાં જાય છે? એમ એકાએક સગા સંબંધીઓને છેડી વિના પુછયે હેડ્યા જવાતું હશે. તારા જેવા સમજુને આવું કરતાં શરમાવું જોઈએ. આમ ઉપાલંભ આપતા પુનઃ ભાગી જવાની શંકાથી તેઓ બધા ત્યાંજ બેઠા.
હવે લાલચંદભાઈ પિતાના મનમાં વિચારે છે કે, ધાયું હતું શું! અને થયું શું! પણ હવે તે ગમે તેમ થાય પણ મારું ધ્યેય તે સિદ્ધ કરવું જ છે. આ ગાઢ બંધનથી મુક્ત થવા અને ધ્યેયને ત્વરાથી સિદ્ધ કરવા સ્વશૌર્ય અને બુદ્ધિનો ઉપયોગ કર્યો. એક બહાનું બતાવી બહાર નીકળ્યા. સૌને વિશ્વાસ આપી ગૃહાંગણથી ઉતર્યા, પાછા આવવાનું જ કેને હતું. બસ હવે તે વિજય લાલચંદભાઈનો જ રહ્યો. બધાના દેખતા છતાં તે ચાલાકીથી છટક્યા. અને એ ભાગ લીધો કે જ્યાં કુટુંબીઓ સહેલાઈથી જઈ ન શકે. કુટુંબીઓની શોધ:
કુટુંબીઓએ ચોકસ કર્યું કે લાલુ હાથ તાળી આપી છટકી ગયે. આપણે સૌ ગફલતમાં રહ્યા. બાળપણ આપણા જેવા અનુભવીએને છેતરી ચાલ્યો ગયે એ તાજુબ થયા જેવું છે. પરસ્પર કહેવા લાગ્યા કે જુઓ છો શું જુદા જુદા માર્ગોમાં દેડો તે ક્યાં જશે? એમ વિચારી સૌ ભિન્ન ભિન્ન માર્ગોમાં ગુસ્સાથી અને જુસ્સાથી હમણું પકડી લાવીએ છીએ એવી વાયુ વેગી ભાવનાથી દડવા લાગ્યા. પણ લાલચંદભાઈ કયાં થોડી બુદ્ધિવાળા કે કમ બળવાલા હતા? પ્રથમથી જ તેમણે ધાર્યું હતું કે બધા શોધવા આવશે તેથી અપરિચિત માર્ગ લેવોજ ઠીક છે. પિતાના બુદ્ધિ બળથી નિર્ણત કરેલ કાર્ય નિષ્ફળ