________________
સુરિશેખર
[ પડે અમદાવાદમાં તે એક માસ સુધી મહત્સવ ચાલુ રહ્યો હતે. મહોત્સવની સમાપ્તિમાં ઘણી જ ધામધુમથી રથયાત્રાઓ થતી. જે વખતે શહેરને ઘણીજ આકર્ષક રીતે શણગારવામાં આવતું હતું. અત્યારે પણ જાણનારા વૃદ્ધો કહે છે કે આવા જબરજસ્ત મહોત્સવો કોઈપણ મહાત્મા પાછળ થયા નથી. અનેક સ્થળે થયેલા મહત્સવો તે મહાત્માના અનુપમ પુર્ણયશને સાબીત કરે છે. ધન્ય છે તે મહાત્માની અનુપમ પુષ્પાઈને ? શ્રીમદ્ કમળવિજયજીની પુણ્ય પ્રતિભા:
આ પ્રતિમ ધર્મમૂર્તિ ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજ્યાનંદ સુરીશ્વરજી મહારાજની વિશુદ્ધપાટ ઉપર આપણું ચરિત્ર નેતાના જીવન સુકાની પૂજ્ય ગુરૂવર શ્રીમદ્ વિજય કમળસૂરિજી મહારાજ થયા. જેમની આછી જીવન રેખા જનતાની જાણ માટે આ સ્થાને આલેખવા ઉચિત માનીએ છીએ.
જગત ભરના પરોપકારમાં નિશિવાસર જીવન વિતાવનાર પ્રબળ પ્રતાપથી જિન શાસનને દીપાવનાર આ મહાત્માનો જન્મ વિ.સં.૧૯૦૮ માં પંજાબ દેશના સરસા ગામમાં થયું હતું. જેમના પિતા ગૌડ જાતિના રૂપચંદ નામના એક નિપુણ વિપ્ર હતા. માતુશ્રીનું નામ છતાબાઈ અને તેમનું પિતાનું નામ રામલાલ હતું. રામલાલભાઈને બાલ્યાવસ્થાથીજ ઉચ્ચ સંસ્કાર અપાયા હતા. અને તેથી જ તેમને વૈરાગ્ય પ્રત્યે અજબ પ્રીતિ જામી હતી. ધર્મકથાનું સાંભળવું. તેને પરિચય વિગેરે એમના જીવનના મુખ્ય મંત્રી હતા. સત્યપ્રિયતા નિડરતા, અને નિકુટીલતા વિગેરે ગુણે તેમના જીવનમાં સહજ સ્વભાવે પ્રગટ થયા હતા. પિતાના પુત્રને બુદ્ધિશાલી જાણી એમના માત પિતાએ જ્યોતિવિંદ કિશેરચંદ પતિને સેપ્યા હતા. જે પુત્રના હિતને માટે યોગ્ય સાધને સંપ્રાપ્ત કરાવી આપે છે તે જ સાચા માત પિતા છે. પુત્રના વ્યામોહથી તેમના હિતને કરે મારનાર શત્રુનું કામ કરે છે. રામલાલભાઈને વિનય બુદ્ધિ