________________
રિશેખર
[ પ૭ પાલનમાં દિન પ્રતિદિન ઉન્નત બનાવવાને તેઓશ્રી તનતોડ પ્રયત્ન કરતા. પ્રસંગે પ્રસંગે સ્વશિષ્યોને ત્યાગ પરિણામ વધારવા ઉપદેશ પણ આપતા. ચારિત્ર તથા ક્રિયામાં શિથિલ થયેલા સાધુઓ હૃદયદ્રાવક ઉપદેશ સાંભળી તે દુર્ગણોને તિલાંજલી આપી, સંયમમાં સુસ્થિર બનતા. રાજા મહારાજા પાસે જેવા તેવા માણસને નિવાસ કરે જેમ કઠીન મનાય છે તેમ આ મહાત્માની નિશ્રામાં રહેવું શિથિલાચારીઓને માટે કઠીન હતું. તેઓશ્રી જેટલા શાન્તિના ધામરૂપ હતા તેટલાજ ચારિત્રની શિથિલતા પ્રત્યે, શ્રદ્ધાની ડામાડોલતા અને અસત્યની પુષ્ટિપ્રત્યે ઉગ્ર સ્વરૂપવાળા હતા, તેઓશ્રી પિતાના સમુદાયમાં ગણાતા વિબુધ સાધુઓ ઉન્માગમાં ગમન કરતા તે તેમને સત્ય વસ્તુ સમજાવતા છતાંય કર્મ કઠીનાઈથી તેઓ જ્યારે નહિ સમજતાં ત્યારે તેવાથી અલગ રહેવામાં પોતાનું અને શાસનનું હિત માનતા. સત્યસંગ–
સ્થાનકવાસી પંથને ત્યાગ કરી સગી દીક્ષા સ્વીકારી, પોતાના જીવનને સાચા ત્યાગની ભભકાથી દીપાવ્યું. અનેક દેશોમાં વિચરી જનતા ઉપર અસીમ ઉપકાર કર્યો, તેઓશ્રીનું સ્વપર શાસ્ત્રીય જ્ઞાન પણ અપૂર્વ હતું. અધ્યાત્મના કેટલાક ગ્રન્થ તેઓશ્રીને કઠસ્થ હતા. પંજાબ, રાજપુતાના, મારવાડ, મેવાડ, બંગાલ, માલવા, ગુજરાત, કાઠિયાવાડ આદિ વિકટતાભર્યા દેશમાં વિચરી ધર્મપ્રભાવના ફેલાવી છે. પંજાબી ઈચ્છરાસિંહ જેવા મહાશિકારીને ધર્મબોધ પમાડયો હતે. એવા અનેક માંસાહારીઓને તેઓએ માંસનો ત્યાગ કરાવ્યો છે આ મહાત્મા પૃથ્વીતલને પાવન કરતા પાટણ શહેરમાં ભવ્ય સત્કારની સાથે પધાર્યા હતા અત્રેની જનતા તેમની દેશનાથી અને ત્યાગથી ઘણી મુગ્ધ બની ગઈ હતી. આચાર્ય પદાર્પણ –
આ અરસામાં શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સ્વંગ