________________
૫૮ ]
કવિકુલકિરીટ ગમન બાદ તેઓની પવિત્ર માટે કેને સ્થાપવા તે સંબંધમાં તેઓશ્રીના સંધાડાના સર્વ સાધુઓએ લાંબી વિચારણા ચલાવી એક ગીતાર્થ
ગ્ય મહારથીની ખાસ આવશ્યકતા જણાઈ. સુકાની વિના નાવ કદાપિ ચાલી શકે જ નહિ. આચાર્યપદ જેવું અમૂલ્યપદ સમર્પણ કરવાનું કામ કાંઈ નાનું સુનું ન હતું.
ભગવાનની પરંપરાગત પાટે સામાન્ય પુરૂષથી ચાલે તેમ ન હતું. આચાર્યની પાટ એટલી પરમ તીર્થાધિપતિ તીર્થંકરદેવની પાટ, તેવા
સ્થાનને દીપાવવા માટે સંપૂર્ણ યોગ્યતાવાળા પુરૂષની જરૂર પડે, આ વિષયની વિચારણા લગભગ પાંચ વર્ષ સુધી ચાલી. સર્વ સાધુમંડળ “અમારા સર્વેમાં એ પદને યોગ્ય કોણ?” આ પ્રશ્નના ઉત્તરની ગષણ કરવા સૌએ સ્વમાનસ તેને એકદમ રેકી લીધા. વિચાર વેગને વિહરવાનું ક્ષેત્ર વિશાળ હોવા છતાં ઝપાઝપ સવ મુનિઓના તે તે સ્પર્ધા કરવા લાગ્યા. ચોતરફ સંઘર્ષણ થવા લાગ્યું. વિચાર વિનિમય થતાં થતાં એક વ્યક્તિ ઉપર દૃષ્ટિ પડી. આવા જોખમભર્યા પદને તે દિપાવવા સમર્થ છે કે કેમ? ભગવંતની આજ્ઞાને શીરાધા કરી, વિવેક નયનેને ખુલ્લા રાખી જિનશાસનના અખંડિત કિલ્લાઓના સંરક્ષણ કરવા સજજ રહી, ભાવદયાનું સામ્રાજ્ય ફેલાવવા સમર્થ થશે કે કેમ ! એવા અનેક સંકલ્પ સાગરની મુસાફરીએ નીકળેલા એ માનસ દૂતરૂપી ખારવાઓએ સંકલ્પ સાગરને પાર ઉતરવા ઘણે પરિશ્રમ ઉઠા.
સંધાડાના પ્રત્યેક સાધુઓની સંમતિ લેવાની શરૂઆત થઈ. શ્રીમાન આત્મારામજી મહારાજની પુનીતપાટે કાણુ બીરાજશે! એ મહાપુરૂષના પટ્ટધર કેણ થશે! દરેકજણ પિતાના મનમાં ભિન્નભિન્ન નામેની કલ્પના કરવા માંડ્યા, પરંતુ આ કલ્પનાને હવે અંતિમ નિર્ણય જ જોઈએ. આ વિચાર તરગે શ્રાવક વર્ગમાં પણ ફેલાવા લાગ્યા. પદાર્પણ કળશ ઢોળવાને પ્રસંગ નજીક આવતે ગયે.