________________
રિશખર
[ ૪૫
કેમ નીવડે ? આવી ખાત્રી તેમના હૃદયમાં સજ્જડ થઇ હતી. ખરેખર આ બહાદુરી સીમાબહારની ગણાય, આવા સ્નેહી માનવ વાદળાથી ઘેરાયેલ લાલચંદભાઇ પોતાના બુદ્ધિબળ રૂપ વાયુથી તે વાદળાને ભેદી મેદાને ખુલ્લા પડયા.
ઉટ ઉપર પ્રયાણઃ—
પ્રથમથીજ ઉંટવાળા સાથે પ્રયાણના માર્ગ નિણૅય કરીજ મૂક્યા હતા, સંકેત અનુસાર ઉટવાળાએ ઉડેંટ તૈયાર કરી તેપર સ્વારી કરી વેગથી ડાંગરવા સ્ટેશને આવ્યા. ઉંટવાળા જૈનેતર હાવા છતાં પ્રેમથી ઉંટ પર બેસાડી લાલચંદભાઈને નિઃશંકપણે ચાલાકીથી સ્ટેશને લઈ ગયેા. આ પણ પુણ્યની પરાકાષ્ટા ગણાય, જોકે ઉંટવાળાએ દીક્ષા ન લેવા અને પાછો વળવા લાલચંદભાઇને ધણુ સમજાવ્યું પરન્તુ ગગનમાં ધૂળ ઉડાડવાની જેમ તેની લુલી દલીલે વીર ખાળના હૃદય ગગનને સ્હેજ પણ સ્પશી શકી નહિ, બલ્કે પ્રતિ દલીલે એવી સચોટ આપવામાં આવી કે જે સાંભળી તે અત્યંત ખુશ થયા.
લાલચંદભાઈને શેાધવાના દલસીબાઇએ તથા અન્ય સ્નેહીઓએ બધા શક્ય પ્રયત્નો આદર્યાં. પણ મળે ક્યાંથી ?
સ્ટેશન ઉપરથી અહીં ટીકીટ લઈ સહિસલામત ખેરાળુ ગયા. તેમના જીવનસુકાની અહીંજ હતા. પણ તેઓ તેજ દિવસે વિહાર કરી ગયા હતા એમ ત્યાંની જનતાને પૂછતાં માલૂમ પડયું. આ સમાચાર સહેજે આધાત પહેાંચાડે તેવા હતા પણ સંયમની સુરીલી ભાવના અને ઉત્સાહથી સીપાર પહેાંચ્યાં ત્યાંથી પણ વિહારના સમાચાર સાંભળી અલવરી તરફ વળાવા સાથે જવા માંડયું.
પરિચય સિવાયની પણ ખેરાળુની જનતા સ્નેહીની જેમ આસપાસ વિંટાઈ વળી તેમના ઉચ્ચભાવનારૂપી વૃક્ષને નિમૂળ કે શિથિલ કરવા મેરાઈ. જે સ્નેહી સબ ધીમેના આ વચનેાથી ન વિંધાયા. તેઓ